ડીસાના ધરપડા ગામે દહેજ માંગી પરિણીતાને કાઢી મૂકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-08 11:34:46
  • Views : 654
  • Modified Date : 2020-07-08 11:34:46

ડીસા તાલુકાના ધરપડા ગામે લગ્નના થોડા સમય સુધી સારી રીતે રાખ્યા બાદ છેલ્લા ત્રણ મહિનાથી”તું મને ગમતી નથી કાળી છે પિયરમાંથી કશું લાવેલ નથી” તેમ કહીને તેના સાસરિયાઓએ માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેને લઇ પરણીતાના સાસરીયાના ચંદનજી વેલાજી ઠાકોર,કંકુબેન વેલાજી ઠાકોર,વેલાજી બાબુજી ઠાકોર અને ટીકાજી વેલાજી ઠાકોર વિરુદ્ધ સોમવારે ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News