રાધનપુરનો ઉદ્યોગપતિ દાડમની ખેતી કરી ચાલુ વર્ષે 25 લાખની ઉપજ મેળવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-21 15:25:58
  • Views : 459
  • Modified Date : 2020-02-21 15:25:58

સાંતલપુર તાલુકાના રણની કાંધીએ વસેલા અમરાપુર ગામે ત્રણ ખેડૂતોએ પરંપરાગત ખેતીને બદલે બાયાયત ખેતી કરવાનો અભિગામ અપનાવી દાડમની ખેતી કરી હતી,જોકે તેમાં એક ખેડૂત સફળ થયા છે જોકે અન્ય બે ખેડૂતોને દાડમની ખેતી અનુકુળ ન આવતાં ખેતી કરવાનું બંધ કર્યું છે. જોકે સફળ થયેલા ખેડુતે વધારે ધ્યાન આપવામાં આવે તો કહીં પણ શક્ય છે, તકો પણ છે તેવો અનુભવ વ્યકત કર્યો હતો. રાધનપુરના ઉદ્યોગપતિ કલ્પેશભાઈ દેવચંદભાઈ ઠક્કરે અમરાપુરમાં 25 વીઘા જમીનમાં ત્રણ વર્ષ પહેલા દાડમના રોપા વાવ્યા હતા જેમાં ચાલુ વર્ષે લગભગ 25 લાખ રૂપિયાની આવક થવાની સંભાવના છે. ગત વર્ષે 15 લાખ રૂપિયાની આવક થઇ હતી. તેમના જણાવ્યા મુજબ નાગપુરથી પાંચ હજાર દાડમના ટીસ્યુ રોપા લાવીને 25 વીઘા જમીનમાં ત્રણ વર્ષ પહેલા વાવ્યા હતા. જેમાંથી ગત વર્ષથી આવક શરુ થઇ છે અને હજુ 10 વર્ષ સુધી પાક ઉતાર ચાલુ રહેશે તેવી ધારણા છે. દાડમના પાકમાં આંતરખેતી કરી શકાતી હોવાથી જીરું ઉગાડીને આવક મેળવી શકાય છે. દાડમના પાકને સાચવવા માટે સમયાંતરે દવાનો છંટકાવ અને ખાતર આપવું પડે છે.  પૂર્વ સરપંચ સરદારખાન મલેકે 1750 દાડમના રોપા લાવીને 8 વીઘા જમીનમાં ઉગાડ્યા હતા.પરંતુ માવજત પાછળ ખર્ચ વધુ થતું હોવાથી પોસાતું નથી અને ખર્ચના પ્રમાણમાં આવક ઓછી થાય છે. ખારના કારણે અડધા છોડ તો મુરઝાયા છે,અને જે બચ્યા છે તેના પર આ વર્ષે વધુ વરસાદ પડતા પાક આવેલો છે.

Download Our B K News Today App



Related News