પાલનપુર કલેકટર કચેરી નજીક દબાણ હટાવાતા અફરાતફરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-01 14:48:42
  • Views : 484
  • Modified Date : 2020-01-01 14:48:42


કોઝી સહિતના સર્વિસ રોડ ઉપરથી લારી ગલ્લા હટાવાયાપાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન પેચિદી બની રહી છે. ત્યારે મંગળવારે પાલનપુર નગરપાલિકા દ્વારા કલેકટર કચેરી નજીક તેમજ કોજી વિસ્તારમાં સર્વિસ રોડ ઉપર દબાણમાં ઉભા કરાયેલા લારી ગલ્લા હટાવવામાં આવતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.પાલનપુર ખાતે એરોમા સર્કલ ફરતે થતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે તંત્ર દ્વારા પ્રયત્નો ચાલી રહ્યા છે. જ્યાં અમદાવાદ હાઇવે તરફના પાણી નિકાલ માટેના ડ્રેનેજ તોડી પાડી માર્ગ પહોળો બનાવવામાં આવ્યો છે. બીજી તરફ છેક હનુમાન ટેકરી સુધી હાઇવે નજીકના દબાણો દૂર કરવામાં આવ્યા છે. દરમિયાન તંત્ર દ્વારા હવે શહેરમાં થતી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.


Download Our B K News Today App



Related News