પાદરડી ખાતે ધાબળાનું વિતરણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-16 15:44:48
  • Views : 440
  • Modified Date : 2020-01-16 15:44:48

કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ નવદુર્ગા માધ્યમિક સ્કુલમાં ગુજરાત રાજય ક્ષત્રિય ઠાકોર વિકાસસંધ બનાસકાંઠા તથા કાંકરેજ તાલુકા વિકાસ સંધ દ્બારા ગુજરાતના રાજયસભા સાંસદ અને ભામાશા તરીકે ઓળખાતા જુગલજી મથુરજી લોખંડવાલાના જન્મદિનની ઉજવણી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કેક કાપી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે મહાનુભાવો દ્વારા પ્રસંગને અનુરુપ પ્રવચન કરાયુ હતું. અને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી. જેમનું લાંબુ દિર્ધાયુબક્ષે તેવી પરમાત્માને પ્રાર્થના કરી શુભાશિષ આશિષ પાઠવેલ. આ પ્રસંગે ધાબળાના દાતા નારણજી ઠાકોર મંત્રી લક્ષ્મીપુરાવાળા તેમજ મહાનુભાવોના વરદહસ્તે ધાબળાનુ વિતરણ કરાયું હતું. વિશેષમાં સરકારન સીએએ બિલને સમર્થન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનુ સફળ સ્ટેજ સંચાલન દશરથજી ઠાકોરે કર્યુ હતું. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય ઠાકોર વિકાસ સંધના અને કાંકરેજ તાલુકાના પ્રમુખ ભરતજી લેબુજી ઠાકોરની ટીમે ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. અંતે ભોજનપ્રસાદ લઇ સૌ છુટા પડયા હતા.આ પ્રસંગે થરા એ.પી.એમ.સી.ના  ચેરમેન અણદાભાઈ આર.પટેલ, બ.કા.જી.ભા.મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા, દિનેશભાઈ  ઠકકર કારોબારી અધ્યક્ષ, લેબુજી ઠાકોર, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઇશ્વરભાઈ  પટેલ,  ડાયાભાઈ એન. પિલિયાતર, અણદુભા ડાભી, અમરતભાઇ જોષી, શાંતુભા ડાભી, નારણજી ઠાકોર, માનસુગભાઈ પટેલ, જેઠાજી જગાણી તેમજ ગ્રામજનો, બાળકો વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



Download Our B K News Today App



Related News