ક્રેઇન ડ્રાઇવર ઉપર હુમલો કરી લુંટ ચલાવનાર આરોપીને 7 વર્ષની કેદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 10:22:05
  • Views : 367
  • Modified Date : 2020-03-17 10:22:05

 જગાણા નજીક 2 વર્ષ અગાઉ ક્રેનના ડ્રાઇવર પર ચાકુ વડે હુમલો કરી લુંટ ચલાવનાર સિધ્ધપુર તાલુકાના ગણવાડા ગામના શખ્સને પાલનપુરની કોર્ટે 7 વર્ષની સખત કેદની સજા અને 10 હાજર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બે વર્ષ જગાણા નજીક ક્રેઇન ડ્રાઇવર મહમદરજા સુલતાનઅહેમદ શેખ જામનગરથી ક્રેઇન લઇ પાલનપુર તરફ આવી રહ્યા હતા. ત્યારે જગાણા નજીક 2 અજાણ્યા માણસોએ ડ્રાઇવરને માર મારી રૂ.16,200 ની લુંટ ચલાવી હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સિધ્ધપુર તાલુકાના ગણવાડા ગામના શરીફ નાગોદર હયાત સિંધી (ડફેર) ની ધરપકડ કરી હતી. જે અંગેની કેસ બીજા એડીશનલ ચિફ ન્યાયાધીશ ગૌરવકુમાર દરજીની કોર્ટમાં સોમવારે ચાલી જતાં સરકારી વકીલ વી.આર.પટેલ અને બી.ડી.દેસાઇની દલીલોને માન્ય રાખી કોર્ટે આરોપીને 7 વર્ષની સખત કેદ અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો.

Download Our B K News Today App



Related News