ઝાબડીયામાં યુવાન પર બે શખ્સોનો હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-19 11:08:14
  • Views : 423
  • Modified Date : 2020-03-19 11:08:14

તાલુકાના ઝાબડીયા ગામે રહેતા સુરેશચંદ્ર ઇશ્વરભાઇ સતવારીયા (દલિત) મંગળવારે સાંજે પાંચેક વાગ્યાના સુમારે તેમના કુટુંબી ભાઇ કાંતિભાઇ પરમારના ઘર આગળ દીકરા સાથે ઉભા હતાં. જે દરમિયાન ગામના સાગરભાઇ સોમાભાઇ રાવળ તેઓ પાસેથી પુરઝડપે રિક્ષા હંકારી હતી. આથી સુરેશચંદ્રએ રિક્ષા ધીમી ચલાવવાનું કહેતા જ સાગરભાઇ રાવળે ઉશ્કેરાઈ ધારીયા વડે હુમલો કરવા જતાં જમણા હાથના ભાગે ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત સંજય સોમાભાઈ રાવળે પણ ગડદા પાટુનો માર માર્યો હતો.

Download Our B K News Today App



Related News