ક્રિકેટર હાર્દિક પંડ્યા આ અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ, જોઈને તમે પણ થઈ જશો બોલ્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 12:27:18
  • Views : 1072
  • Modified Date : 2019-08-30 12:27:18

એવામાં લાગે છે કે ક્રિકેટર હાર્દિક પંડ્યા બોલ્ડ થઇ ગયો છે. આ વખતે ક્રિકેટના મેદાન પર નહીં, પ્રેમની પિચ પર બોલ્ડ થઇ ગયો છે. સૂત્રોનું માનીએ તો હાર્દિક પંડ્યા એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકની સાથે ડેટ કરી રહ્યો છે.કહેવાઇ રહ્યું છે કે હાર્દિક પોતાની નવી ગર્લફ્રેન્ડને લઇને ગંભીર છે. તે પોતાના પરિવારજનોને નતાશા સાથે મુલાકાત કરાવી ચૂક્યો છે. થોડા દિવસો પહેલા મુંબઇ બાંદ્રામાં તે નતાશાને લઇને પહોંચ્યો હતો. આ પાર્ટીનું આયોજન તેના મિત્રોએ કર્યું હતું. સૂત્રોનું માનીએ તો હાર્દિક પંડ્યાએ પાર્ટીમાં પોતાની ગર્લફ્રેન્ડ કહીને તમામ સાથે મુલાકાત કરાવી. આ પાર્ટીમાં હાર્દિકના ભાઇ કુણાલ અને તેની ભાભી પંખુડી શર્મા પણ હાજર હતા.ધ્યાનમાં રહે કે નચ બલિયે 9માં ભાગ લઇ રહેલી નતાશા અલી ગોની પણ ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. મૂળ સર્બિયાની રહેવાસી નતાશાએ 3 વર્ષની ઉમંરથી જ ડાન્સ શીખવાનું શરૂ કરી દીધુ હતું. 2010માં સ્પોર્ટ્સ સર્બિયાનું ટાઇટલ જીત્યા બાદ નતાશાએ સ્પોર્ટ્સના ક્ષેત્રમાં જ કરિયર બનાવવાનો નિર્ણય લીધો હતો. 


Download Our B K News Today App



Related News