પાલનપુર રબારી સમાજ દ્વારા "જય નિલકંઠ મહાદેવ કપ" ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 13:22:27
  • Views : 347
  • Modified Date : 2020-03-13 13:22:27

પાલનપુર રબારી સમાજ દ્વારા "જય નિલકંઠ મહાદેવ કપ" ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇડીસા

શ્રી નિલકંઠ મહાદેવ મંદિર પાલનપુર ખાતે ધુળેટી પર્વ નિમિત્તે રબારી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા શહેરની ૧૧ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચમાં રબારીવાસ અખીપુરાની ટીમ વિજેતા બની હતી. આમ રબારી સમાજમાં ભાઇચારો અને પરસ્પર પ્રેમભાવ વધે તેવા શુભ આશયથી પાલનપુર શહેર રબારી સમાજ દ્વારા "જય નિલકંઠ મહાદેવ કપ" ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી ધુળેટી (મંગળવારે) ના પાવન દિવસે નિલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાલનપુર શહેરની ૧૧ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચ અખીપુરા ઇલેવન  અને જય લાખુ ઇલેવન વચ્ચે રમાઇ હતી. જેમાં  કેપ્ટન હિતેશભાઇ રોઝની  આગેવાનીમાં  અખીપુરા  ઇલેવને "જય નિલકંઠ મહાદેવ કપ" મેળવતાં ઉત્સાહ સાથે યુવાનો ઝુમી ઉઠ્‌યાં હતાં."જય નિલકંઠ મહાદેવ કપ" ક્રિકેટ ટુર્નામેન્ટનું  સુંદર આયોજન કિરણભાઇ દેસાઈ અને વેલજીભાઇ દેસાઈ સહિત યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું,


Download Our B K News Today App



Related News