ક્રેડિટ કાર્ડના વેરિફિકેશન અને લિમિટ વધારવાના બહાને ચીટરે નરોડાના શિક્ષકના 5 ટ્રાન્ઝેક્શન કરી 2 લાખથી વધુ ઉપાડી લીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-20 15:46:23
  • Views : 392
  • Modified Date : 2020-08-20 15:46:23

   શહેરમાં સાયબર ક્રાઈમનો દરરોજ એક વ્યક્તિ ભોગ બની રહ્યો છે. નવા નરોડામાં રહેતા શિક્ષકને અજાણ્યા વ્યક્તિએ ફોન કરી ક્રેડિટ કાર્ડના વેરીફીકેશન માટે નંબર માંગ્યો હતો. ઓટીપી નંબર આપતા જ ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 2 લાખનું ટ્રાન્ઝેક્શન થઈ ગયું હતું. આ મામલે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.નવા નરોડામાં બાપાશ્રી પાર્કમાં રહેતા અને કલાપીનગર શારદા વિદ્યામંદિરમાં ડ્રોઈંગના શિક્ષક તરીકે નોકરી કરતા મૌલેશ સુથાર એક્સિસ બેંકમાં ખાતુ ધરાવે છે. તેમને આ બેંકમાંથી ક્રેડિટ કાર્ડની ઓફર આવતા ક્રેડિટ કાર્ડ લીધું હતું. જોકે, પ્રોસેસ પૂર્ણ થયા બાદ ક્રેડિટ કાર્ડ પણ તેમની પાસે આવી ગયું હતું. આ દરમિયાન તેમના મોબાઈલ પર એક યુવતીનો ફોન આવ્યો હતો અને પોતે એક્સિસ બેંકમાંથી વાત કરી રહી હોવાનુ કહીને ક્રેડિટ કાર્ડના વેરિફિકેશન માટે કાર્ડ નંબર અને સીવીવી નંબર માંગ્યો હતો. મૌલેશે નંબર આપતા તેમના મોબાઈલમાં એક ઓટીપી નંબર આવ્યો હતો. જે નંબર આ યુવતીએ માંગતા ફરિયાદીએ તે નંબર પણ આપ્યો હતો અને તરત જ યુવતીએ ફોન કટ કરી દીધો હતો.બીજે દિવસે રાહુલ નામના યુવકેનો ફોન કરી ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપવાની વાત કરી કાર્ડની વિગતો અને ઓટીપી નંબર મેળવ્યા હતો. બાદમાં એકાઉન્ટમાંથી કુલ 5 ટ્રાન્ઝેકશન થયા હતા. જેમાં રૂપિયા 2 લાખ 4 હજારની અલગ અલગ ખરીદી થઈ હોવાનું જાણ થતાં ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવ્યું હતું અને 100 નંબર પર ફોન કર્યો હતો. સાયબર ક્રાઈમ અંગે એક ટિકિટ નંબર આપતા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે

Download Our B K News Today App



Related News