અમીરગઢ ચેકપોસ્ટ નજીકથી ક્રેનમાં લઇ જવાતો રૂ. 4.64 લાખનો દારૂ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-09 12:38:54
  • Views : 572
  • Modified Date : 2020-07-09 12:38:54

અમીરગઢ પોલીસ મંગળવારે ચેકપોસ્ટ નજીક ચેકિંગમાં હતી ત્યારે રાજસ્થાન તરફથી આવતી ક્રેનને રોકવાનો પ્રયાસ કરતાં ચાલક ભાગી ગયો હતો. જેને પોલીસે પીછો કરતાં ચાલક આવલ ગુમટી નજીક ક્રેન મુકી નાસી જતાં ક્રેનમાંથી રૂ. 4.64 લાખનો દારૂ સહિત રૂ. 14.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમીરગઢના આવલ ગુમટી પાટિયા નજીક મંગળવારે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશી રહેલી ક્રેન નંબર જીજે-01-સીઝેડ-1052 ને ચેકપોસ્ટ પર રોકવાનો પ્રયાસ કરતાં ચાલક ક્રેન લઇને ભાગી છૂટ્યો હતો.પોલીસે પીછો કરીને આવલ ગુમટી નજીક ક્રેનને રોકાવતા ક્રેન ચાલક સહિત અન્ય એક શખ્સ ક્રેન મૂકીને નાસી ગયા હતા.પોલીસે તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની બોટલ 1325 કિંમત રૂ. 4,64,750 લાખ જ્યારે ક્રેઇનની કિંમત રૂ. 10 લાખ મળી કુલ રૂ. 14,64,750 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News