દિયોદર જૂની કોર્ટ પાસેથી મોટરસાયકલની ઊઠાંતરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-10 12:19:14
  • Views : 501
  • Modified Date : 2020-07-10 12:19:14

દિયોદરમાં જુની કોર્ટ પાસે ભરતજી પબાજી ઠાકોર (રહે.મુલકપુર)એ બાઇક નં.જી જે-8-એન-7433 બાઈક લઇને ગુરુવારે સવારે દિયોદર જૂની કોર્ટ પાસે પાર્ક કરીને પોતાની દુકાને ગયા હતા. ત્યારે 11 વાગે તેઓ પરત આવતા બાઈક ન જણાતા સ્તબ્ધ થઇ ગયા હતા. આ અંગે સામેની દુકાનનો એક સીસીટીવી કેમેરો તપાસતા કોઈ શખ્સ બાઈક લઈને રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો હોવાનું જણાઇ રહ્યું હોવાથી ભરતજી પબાજી ઠાકોરે દિયોદર પોલીસ મથકે લેખિત અરજી આપી છે.

Download Our B K News Today App



Related News