દીકરાએ પિતાને ઓળખવાનો ઇન્કાર કરતાં ફેમિલી કોર્ટે દીકરાનો કબજો માતા પાસે જ રાખ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-02 10:53:09
  • Views : 432
  • Modified Date : 2020-03-02 10:53:09

ઊંઝાના દાસજ ગામના યુવકે છુટાછેડા લીધેલ તેની પત્ની પાસેથી દીકરાનો કબજો લેવા પાટણ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટમાં દીકરાએ તે તેના પિતાને જાણતો નથી એટલે કે ઓળખતો નથી તેવું સ્પષ્ટ જણાવતાં કોર્ટે દીકરાનો કબજો મેળવવા માટેની પિતાની અરજી રદ કરી હતી.દાસજ ગામના હિતેન્દ્રકુમારના લગ્ન પાટણ તાલુકાના સરવા ગામે હસુમતીબેન સાથે વર્ષ 2009માં થયા હતા  બંનેના લગ્નના બીજા વર્ષે બાળકનો જન્મ થયો હતો, પરંતુ કોઈ કારણસર બંને વચ્ચે મનમેળ ન રહેતાં ફેબ્રુઆરી 2016માં છુટાછેડા કરાર કરાયો હતો. પછી દીકરો તેની માતા સાથે પાટણ ખાતે રહેતો હતો. ફેબ્રુઆરી 2018ના રોજ હિતેન્દ્રકુમારે દીકરાનો કબજો તેની માતા પાસેથી લેવા પાટણ ફેમિલી કોર્ટમાં અરજ કરી હતી. જેના ચુકાદામાં કોર્ટે બાળકનો મત પણ જાણ્યો હતો. જેમાં તેણે તે તેના પિતા એટલે કે અરજદારને ઓળખતો નથી અને ક્યારેય જોયા નથી. તેની માતા સાથે તેને વધુ મજા આવે છે અને કોઈ તકલીફ પડતી નથી. તે નિયમિત રીતે સ્કૂલમાં જાય છે અને પિકનિક ઉપર પણ લઈ જાય છે તેવું જણાવતાં ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ અવિનાશ ગુપ્તાએ માત્ર છુટાછેડા કરારની શરતોને આધારે બાળકને તેની માતા પાસેથી લઈ પિતાને સોંપી શકાય નહીં, અરજદારે એ બતાવવું જરૂરી છે કે બાળકને તેની માતા પાસે રાખવાથી તેનું હિત કેવી રીતે જોખમાશે, તેનું સબળ કારણ અને વાજબી પુરાવો પણ રજૂ કરવો પડે તેવી નોંધ સાથે દીકરાનો કબજો મેળવવાની પિતાની અરજી નામંજૂર કરી હતી.

Download Our B K News Today App



Related News