સુરેન્દ્રનગર જિલ્લામાં 3.30 લાખ હેક્ટરમાં કરાયેલું કપાસનું વાવેતર ડૂબ્યું, ખેડૂતોમાં ચિંતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-26 14:59:06
  • Views : 346
  • Modified Date : 2020-08-26 14:59:06

      સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસી રહેલા મેઘાને કારણે જળાશયો છલકાયા છે, નદીઓમાં પુર આવ્યા છે. આથી ખેતરો જળબંબાકાર થઇ ગયા છે. પ્રથમ રાઉન્ડમાં સમયસર અને માપે વરસાદ પડતા જિલ્લામાં કુલ 5.75 લાખ હેકટર જમીનમાં ખેડૂતોએ વિવિધ પાકોનું વાવેતર કરી દીધુ હતુ. જેમાં સૌથી વધુ 3.30 લાખ હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યુ હતું. પ્રથમ રાઉન્ડમાં પડેલા વરસાદથી તલ, મગફળી અને કઠોળ જેવા પાકને ખુબ નુકસાન થયુ છે. ત્યારે બીજા રાઉન્ડમાં વરસેલા મેઘાએ ઝાલાવાડમાં વાવેલા કપાસના પાક માથે પણ જોખમ ઉભુ કરી દીધુ છે. હાલ વરસાદે તો વિરામ લીધો છે. પરંતુ પાણીનો માર ખેડૂતો માટે વસમો બની ગયો છે. હજુ 10 દિવસ સુધી પાણીનો નિકાલ થાય તેવી સ્થિતિ નથી.ખેડૂતો અનેક મુશ્કેલીઓનો સામનો કરીને ખેતી કામ કરી રહ્યા છે. તેમાં પણ છેલ્લા ત્રણ વર્ષમાં કયારેક અતીવૃષ્ટી તો કયારેક અનાવૃષ્ટીનો સામનો કરતા જગતના તાતની મુશ્કેલી વધારી દીધી છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સમયસર અને માપે વરસાદ પડતા જિલ્લામાં 5.75 લાખ હેકટર જમીનમાં ખેડૂતોએ વાવેતર કરી દીધુ હતુ. જેમાં સૌથી વધુ 3.30 લાખ હેકટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યુ હતું. પહેલા રાઉન્ડમાં જે સારો વરસાદ થયો તેમાં ખાસ કરીને તલ, મગફળી અને કોઠોળ જેવા પાકને ખુબ જ મોટુ નુકસાન થયુ હતુ. ત્યારે છેલ્લા એક સપ્તાહથી જિલ્લામાં ખૂબ વરસાદ થતાં ખેડૂતોને છેલ્લી આશા એવા કપાસનો પાક પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. હાલ ખેતરોમાં ભરાયેલા પાણી ઓછામાં ઓછા 10 દિવસ સુધી સુકાય તેવી કોઇ શકયતા નથી. આ અંગે હિતેશભાઇ પટેલે જણાવ્યું કે, ખેડૂતોએ સારી ઉપજની આશાએ ખેતરમાં મોઘા ભાવના બીયારણ અને દવાનો છંટકાવ કરીને મોલાતને મોટી કરી હતી.વરસાદ એટલો બધો પડયો છે કે ખેતરમાં પાણી ભરાઇ ગયા છે. કપાસનો પાક બચાવવા માટે પાણીનો નિકાલ કરવો ખુબ જ જરૂરી છે પરંતુ આજુ બાજુના બધાયના ખેતરમાં પાણી ભરેલા છે પાણીનો નિકાલ થઇ શકે તેવી કોઇ સ્થીતી જ નથી આથી કપાસ બળી જાય તેવા સંજોગો સર્જાયા છે.> મહાવીરભાઇ કમેજળીયા, ખેડૂત

Download Our B K News Today App



Related News