સાજા થયેલા દર્દીઓની સંખ્યા 95 લાખને પાર, એક્ટિવ કેસ પણ ઘટી રહ્યાં છે; અત્યાર સુધી 99.79 લાખ કેસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-18 12:08:45
  • Views : 385
  • Modified Date : 2020-12-18 12:08:45

    દેશમાં કોરોનાથી રિકવર થનાર દર્દીઓની સંખ્યાનો આંકડો 95 લાખને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 30 હજાર 891થી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે. 26 હજાર 754 નવા કેસ નોંધાયા. આ દરમિયાન 338 લોકોના મોત પણ થયા. દેશમાં અત્યાર સુધી કુલ 95 લાખ 20 હજાર 44 લોકો સાજા થઈ ચૂક્યાં છે. સંક્રમિતોનો કુલ આંકડો 99 લાખ 77 હજાર 834 છે.આ રીતે દેશમાં અત્યાર સુધી 95%થી વધુ લોકો સાજા થઈ ચૂક્યાં છે. એક્ટિવ કેસની સંખ્યા પણ સતત ઘટી રહી છે. એક્ટિવ કેસ એટલે કે જેમની સારવાર ચાલી રહી છે, તેમની સંખ્યા 3 લાખ 13 હજાર 831 છે. સાથે જ એક લાખ 44 હજાર 789 લોકોના મોત થઈ ચૂક્યાં છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.

    દિલ્હીમાં કોરોનાની ગતિ પર સતત લગામ લાગતી હોય તેવું લાગી રહ્યું છે. ગુરુવારે અહીં 90 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં કોરોનાના માત્ર 1363 કેસ નોંધાયા હતા. આ પહેલા 31 ઓગસ્ટે 1358 કેસ નોંધાયા હતા. સાથે જ 2391 લોકોએ કોરોનાને હરાવ્યો અને 35 લોકોના મોત થયા.દિલ્હીમાં હવે કુલ 75 લાખ 41 હજાર 348 ટેસ્ટ કરાયા છે. અહીં પોઝિટીવિટી રેટમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્ય છે. ગુરુવારે અહીં પોઝિટીવિટી રેટ 1.51% રેકોર્ડ થયો. આ પહેલા સોમવારે સૌથી ઓછો પોઝિટીવિટી રેટ 2.1% રેકોર્ડ થયો હતો. 15 ડિસેમ્બરે સંક્રમણની ટકાવારી 1.90% અને 16 ડિસેમ્બરે 1.96% નોંધાઈ હતી.





Download Our B K News Today App



Related News