12 દિવસ પછી રાહત, એક્ટિવ કેસમાં 6 હજારથી વધુનો ઘટાડો; આંકડો ફરી 4.5 લાખથી નીચે આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-30 12:44:31
  • Views : 349
  • Modified Date : 2020-11-30 12:44:31

     દેશમાં કોરોનાના એક્ટિવ દર્દી ફરી એક વાર 4.5 લાખથી ઘટી ગયા છે.રવિવાર રાહત ભરેલો રહ્યો અને 6579 એક્ટિવ કેસ ઘટી ગયા. 17 નવેમ્બર પછી સૌથી મોટો ઘટાડો છે.ત્યારે 6685 એક્ટિવ કેસ ઘટ્યા હતા.છેલ્લા 24 કલાકમાં દેશમાં 39 હજાર 36 નવા દર્દી નોંધાયા, 45 હજાર 152 સાજા થયા,જ્યારે 444 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 94.32 લાખ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, 88.46 લાખ લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 1.37 લાખ દર્દીઓના મોત થઈ ચુક્યા છે.કોરોનાએ એક રાજનેતાનો જીવ લઈ લીધો. રાજસ્થાનના પૂર્વ શિક્ષણ મંત્રી અને રાજસમંદથી ભાજપ ધારાસભ્ય કિરણ માહેશ્વરી(59)નું રવિવારે મોડી રાતે નિધન થઈ ગયું છે. તેમની ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.તે 2004માં ઉદેયપુરથી લોકસભા સાંસદ પણ ચૂંટાયા હતા. 2009માં તેમણે ઉદેયપુરથી સચિન પાયલટ વિરુદ્ધ લોકસભા ચૂંટણી લડી હતી, પણ હારી ગયા. આ મહામારીથી જીવ ગુમાવનારા તે રાજ્યના બીજા નેતા છે. આ પહેલા ભીલવાડાની સહાડા બેઠકથી કોંગ્રેસ ધારાસભ્ય કૈલાશ ત્રિવેદીનું નિધન થયું હતું.

  •     રાજસ્થાન સરકારે કોવિડ-19ના વધતા કેસને ધ્યાનમાં રાખીને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેના પ્રમાણે, 31 ડિસેમ્બર સુધી શાળા, કોલેજ અને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ બંધ રહેશે. તમામ કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન ચાલું રહેશે. અહીંયા માત્ર જરૂરી સુવિધાઓ જ ઉપલબ્ધ કરાવાશે.સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ પણ બંધ રહેશે. મોટા પાયા પર કોઈ પણ સોશિયલ પોલિટિકલ, સ્પોર્ટ્સ, કલ્ચરલ, ધાર્મિક કાર્યક્રમ કરાવવાની મંજૂરી નહીં મળે.સ્વાસ્થ્ય વિભાગની અલગ અલગ ટીમ હાઉટ ટૂ હાઉસ સર્વે કરશે.રાતે આઠા વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કોટા, જયપુર, જોધપુર, બીકાનેર, ઉદેયપુર, અજમેર, ભિલવાડા, નાગૌર, પાલી, ટોન્ક, સીકર અને ગંગાનગરના શહેરી વિસ્તારમાં આવતા ટાઉન હેડક્વાર્ટરમાં પણ કર્ફ્યૂ લગાવી દેવાયો છે. અહીંયા માર્કેટ, તમામ પ્રકારના વર્ક પ્લેસ, કોમર્શિયલ કોમ્પલેક્સ સાંજે સાત વાગ્યે બંધ કરવાના રહેશે.   
  •         એરફોર્સે સ્પેશ્યિલ ફ્લાઈટ દ્વારા સેન્ટ્રલ એશિયાના એક દેશમાં ફસાયેલા 50 ભારતીય વૈજ્ઞાનિકોનું રેસક્યૂ કર્યું. જેમાંથી અમુક કોવિડ પોઝિટીવ છે. આ તમામને દક્ષિણ ભારતના એક એરપોર્ટ પર લેન્ડ કરાવીને ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. આ વૈજ્ઞાનિક એક સમજૂતી હેઠળ સેન્ટ્રલ એશિયાના એક દેશમાં ગયા હતા.
કોરોનાની વેક્સિન કોવીશીલ્ડના ગંભીર સાઈડ ઈફેક્ટ હોવાનો આરોપ લાગ્યો છે. ચેન્નાઈમાં ટ્રાયલ દરમિયાન વેક્સિન લગાવનાર એક 40 વર્ષના વોલેન્ટિયરે આ આરોપ લગાવ્યો છે. કહ્યું કે, વેક્સિનનો ડોઝ લીધા પછી તેને ન્યૂરોલોજિકલ સમસ્યા(મગજ સાથે જોડાયેલી બિમારી) શરૂ થઈ ગઈ છે. તેને સિરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી પાંચ કરોડ રૂપિયાનું વળતર માંગ્યુ છે.પશ્વિમ બંગાળના એજ્યુકેશન મિનિસ્ટર પાર્થા ચેટર્જીએ કહ્યું કે, હાલ શાળા, કોલેજ અને વિશ્વવિદ્યાલય ખોલવાનો કોઈ ઈરાદો નથી. વિદ્યાર્થીઓને ટૂંક જ સમયમાં સિલેબસ આપી દેવાશે. વધુ ફોકસ ઓનલાઈન એજ્યુકેશન પર રહેશે. પરીક્ષા પણ ઓનલાઈન કરાવવા અંગે વિચારણા ચાલી રહી છે.જમ્મુ કાશ્મીરમાં તમામ શાળા, કોલેજ અને અન્ય એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે. ક્લાસ9-12સુધીના વિદ્યાર્થી વોલેન્ટિયર તરીકે શાળાની વિઝીટ કરી શકે છે. સિનેમા 50% દર્શકોની ક્ષમતા સાથે ખુલી શકે છે. લગ્ન સમારોહમાં 100થી વધુ લોકોના ભેગા થવા માટે પ્રતિબંધ છે. તમામ પ્રકારના ધાર્મિક સ્થળ જાહેર જનતા માટે ખુલ્લા રહેશે. જો કે, તેમા કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. રાજ્યમાં બહારથી આવનારા ટૂરિસ્ટને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ દેખાડવો પડશે. 
  •         દેશમાં દર 10 લાખની વસ્તીમાં 6700 લોકો સંક્રમિત મળી રહ્યાં છે.આટલી જ વસ્તીમાં મૃતકોની સંખ્યા 99 છે.દર 10 લાખની વસ્તીમાં 100,684 લોકોની તપાસ થઈ રહી છે.ભારતમાં હાલ 8,944 દર્દી એવા છે જેમની સ્થિતિ ગંભીર છે. અર્થ એ કે ICU અને વેન્ટિલેટરના સહારે છે.દુનિયામાં ભારત 7મો દેશ છે. જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એટલે કે એવા દર્દીઓ જેમની સારવાર ચાલી રહી છે.ભારત દુનિયાનો બીજો સૌથી સંક્રમિત દેશ છે. પહેલા નંબર પર અમેરિકા છે. અહીંયા 1.36 કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે.દુનિયામાં સૌથી વધુ દર્દી અત્યાર સુધી ભારતમાં સાજા થઈ ચુક્યા છે.

Download Our B K News Today App



Related News