સતત 17મા દિવસે 40 હજારથી ઓછા કેસ નોંધાયા, ત્રણ દિવસમાં કુલ એક કરોડને પાર થઈ શકે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-16 12:21:15
  • Views : 401
  • Modified Date : 2020-12-16 12:21:15

    દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે 26 હજાર 251 નવા કેસ નોંધાયા, 33 હજાર 853 દર્દી સાજા થયા અને 383 લોકોનાં મોત થયાં. આ રીતે 8 હજાર 8 એક્ટિવ કેસ ઘટી ગયા. દેશમાં અત્યારસુધીમાં 99.32 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 94.55 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 1.44 લાખ લોકોનાં મોત પણ થયાં છે અને 3.30 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.દરરોજ લગભગ 25-30 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. એવામાં આગામી ત્રણ દિવસમાં કુલ સંક્રમિતોનો આંકડો એક કરોડને પાર થઈ શકે છે. આ આંકડા covid19india.org વેબસાઈટમાંથી લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હવે RT-PCR ટેસ્ટ 700 રૂપિયામાં કરાશે. આ પહેલાં એની કિંમત 980 રૂપિયા હતી.દિલ્હી AIIMSમાં હડતાળ પર કરવામાં આવેલી નર્સિંગ યુનિયને એડમિનિસ્ટ્રેશન સાથેની ચર્ચા પછી પોતાનો નિર્ણય પરત લઈ લીધો છે. આ પહેલાં દિલ્હી હાઈકોર્ટે હડતાળ પર પ્રતિબંધ લગાવતાં નર્સને ફરજ પર પરત જવા માટે કહ્યું હતું.હરિયાણાના સ્વાસ્થ્યમંત્રી અનિલ વિજના ફેફસાંમાં સંક્રમણ વધી ગયું છે. તેઓ 5 ડિસેમ્બરે કોરોના પોઝિટિવ નોંધાયા હતા. સ્થિતિમાં સુધારો ન થવાને કારણે તેમને રોહતક PGIથી મેદાંતા શિફ્ટ કરવામાં આવ્યા છે.


Download Our B K News Today App



Related News