આજે કુલ કેસ 99 લાખને વટાવે એવી શકયતા, એક્ટિવ કેસ ઘટીને 3.50 લાખ થઈ શકે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 12:39:29
  • Views : 385
  • Modified Date : 2020-12-14 12:39:29

    દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 98.84 લાખ થઈ ગયો છે, જેમાંથી 93.87 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, 1.43 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને 3.51 લાખની સારવાર ચાલી રહી છે. આજે કુલ સંક્રમિતોનો આંકડો 99 લાખને પાર થઈ શકે છે. જોકે રાહતની વાત તો એ છે કે એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા આજે 3.50 લાખ થઈ શકે છે. ડિસેમ્બરના 13 દિવસમાં જ 76 હજાર 636 એક્ટિવ કેસનો ઘટાડો થયો છે.રવિવારે દેશમાં 27 હજાર 336 દર્દી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, 30 હજાર 729 સાજા થયા અને 338 લોકોનાં મોત થયાં છે. આ આંકડા covid19india.org વેબસાઈટમાંથી લેવામાં આવ્યા છે.

  •     દિલ્હીમાં કોરોનાથી જીવ ગુમાવનારાનો આંકડો 10 હજારને પાર થઈ ગયો છે. અત્યારસુધીમાં 10 હજાર 14 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જેમાંથી 2 હજાર 698, એટલે કે 27% મોત નવેમ્બરમાં થયાં છે. ઓક્ટોબરમાં 1161 અને સપ્ટેમ્બરમાં 929 લોકોનાં મોત થયાં હતાં. ડિસેમ્બરના 13 દિવસમાં 754 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. હરિયાણાના સ્વાસ્થ્યમંત્રી અનિલ વિજમાં કોરોનાનાં સિપ્ટમ્સ જોવા મળ્યાં છે. તેમને રોહતકના પીજી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે. PGIMSના PRO ડો. ગજેન્દ્ર સિંહે કહ્યું હતું કે વિજને રેમડેસિવિરનો એક કોર્સ આપવામાં આવ્યો છે. ડોક્ટર્સની ટીમ નિર્ણય કરશે કે તેમને પ્લાઝ્મા થેરપી આપવામાં આવે કે નહીં.  સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશન શરૂ થઈ શકે છે. આ મહિનાના અંત સુધી કંપનીની વેક્સિનને ઈમર્જન્સી યુઝની મંજૂરી મળી જશે. જોકે મોટે પાયે યુઝ માટે લાઈસન્સ મળવામાં હાલ સમય લાગશે. પૂનાવાલાએ કહ્યું હતું કે દેશની 20% વસતિને વેક્સિન લાગી જશે તો આગામી વર્ષે ઓક્ટોબર સુધી સ્થિતિ સામાન્ય થવા લાગશે.

Download Our B K News Today App



Related News