છેલ્લા મહિનાના પહેલા દિવસે સારા સમાચાર; એક્ટિવ કેસ ઘટીને 4.27 લાખ થયા, જે પીક પછી સૌથી ઓછા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 12:19:34
  • Views : 348
  • Modified Date : 2020-12-02 12:19:34

    દેશમાં કોરોનાના આંકડા છેલ્લા પાંચ દિવસથી રાહત આપનારા છે. દરરોજ એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસોથી નવા કેસ પણ 40 હજારથી ઓછા નોંધાઈ રહ્યા છે. મંગળવારે કુલ 36 હજાર 456 દર્દી નોંધાયા, 43 હજાર 203 સાજા થયા અને 500 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં કુલ 94.99 લાખ કેસ નોંધાયા છે, જેમાંથી 89.31 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.38 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં આવેલા કુલ કેસમાં 94% દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4.5%ની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.દેશમાં કુલ 14.14 કરોડ ટેસ્ટ, એટલે કે જનસંખ્યાના હિસાબથી 11% લોકોની તપાસ થઈ ચૂકી છે. સંખ્યાના હિસાબથી યુપી- બિહાર ટોપ પર, પણ વસતિના હિસાબથી દક્ષિણના રાજ્ય આગળ.જમ્મુ-કાશ્મીરમાં વસતિ પ્રમાણે, અત્યારસુધીમાં 22.8%, આંધ્રપ્રદેશમાં 19.3%, કેરળમાં 17.8%, કર્ણાટકમાં 16.9%, તામિલનાડુમાં 15.9% લોકોના ટેસ્ટ થયા છે.આઠ રાજ્યમાં નેશનલ એવરેજથી પણ ઓછું ટેસ્ટિંગ થતું રહ્યું છે, જેમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, પશ્વિમ બંગાળ અને રાજસ્થાન સામેલ છે.બોલિવૂડ એક્ટર સની દેઓલ કોરોના સંક્રમિત થયા છે. ન્યૂઝ એજન્સીએ મનાલીના બ્લોક મેડિકલ ઓફિસરના હવાલાથી બુધવારે આ માહિતી આપી.કેબિનેટે તમામ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્ય પર સાર્વજનિક ક્રાર્યક્રમ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

    રાજ્યમાં સાર્વજનિક કાર્યક્રમ કરતાં પહેલાં એસડીએમની મંજૂરી લેવી પડશે. લગ્ન, જન્મ દિવસ સિવાય અન્ય સાર્વજનિક કાર્યક્રમમાં 50થી વધુ લોકો ભેગા થશે તો કાર્યક્રમનું આયોજન કરનારને પાંચ હજારનો દંડ ફટકારાશે.ICMRના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યું હતું કે અમારો હેતુ કોરોનાની ટ્રાન્સમિશન ચેઈનને તોડવાનો છે. જો આપણે થોડીક વસતિ (ક્રિટિકલ માસ)ને વેક્સિન લગાવીને ટ્રાન્સમિશન અટકાવવામાં સફળ રહીશું તો કદાચ પૂરી વસતિને વેક્સિન લગાવવાની જરૂર નહીં પડે.ગુજરાતથી ભાજપના રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજનું મંગળવારે મોત થયું છે. એક મહિના પહેલાં જ તેઓ કોરોના સંક્રમિત થયા હતા. ત્યાર પછી તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. સ્થિતિ લથડ્યા પછી ચેન્નઈની હોસ્પિટલમાં તેમને શિફ્ટ કરી દેવાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી સહિત ઘણા મંત્રીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ચાર મહિના પહેલાં જ ભારદ્વાજ ગુજરાતથી રાજ્ય સભાના સભ્ય ચૂંટાયા હતા.

Download Our B K News Today App



Related News