પંજાબ અને ગુજરાત સહિત 4 રાજ્યોમાં આજથી વેક્સિનેશનનો ડ્રાઈ રન, 2 દિવસ તૈયારીની સમીક્ષા કરાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-28 14:14:18
  • Views : 452
  • Modified Date : 2020-12-28 14:14:18

    દેશમાં કોરોના વાઈરસ માટે વેક્સિનેશનની તૈયારીઓની આજથી સમીક્ષા કરવાનું શરૂ કરી દેવાયું છે. જેના હેઠળ પંજાબ, આસામ, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં બે દિવસ ડ્રાઈન રન પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. ડ્રાઈ રનમાં જો કોઈ ખામી જોવા મળશે તો તેને તાત્કાલિક દૂર કરાશે. ડ્રાઈ રનમાં વેક્સિન માટે કોલ્ડ સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન અને ભીડ કંટ્રોલ કરવાની વ્યવસ્થાની પણ સમીક્ષા કરાશે. બીજા શબ્દોમાં કહીએ તો આ વેક્સિનેશનની મોક ડ્રીલ છે.દેશમાં કોરોનાના દર્દીઓના સાજા થવાની ગતિ ઘણી સારી ચાલી રહી છે. દેશભરમાં આ એવરેજ 98.8% થઈ ગઈ છે, એટલે કે દર 100માંથી 96 દર્દી સાજા થઈ ચૂક્યા છે. 25 રાજ્યમાં તો આનાથી પણ સારી સ્થિતિ છે, જેમાંથી ટોપ-5માં અરુણાચલ પ્રદેશ(98.9%),આંધ્રપ્રદેશ(98.8%), દાદરા તથા નગરહવેલી(98.8%), ઓડિશા(98.6%)અને ત્રિપુરા(98.3%)સામેલ છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મણિપુર, પંજાબ, ગુજરાત, મણિપુર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ અને સિક્કિમમાં રિકવરી રેટ 95.8%થી ઓછો છે.

    દેશમાં રવિવારે 20 હજાર 333 નવા સંક્રમિતોની ઓળખ થઈ, 21 હજાર 97 દર્દી સાજા થયા અને 281 લોકોનાં મોત થયાં. આ સાથે જ એક્ટિવ કેસમાં 1056નો ઘટાડો થયો. હવે કુલ 2.76 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે. અત્યારસુધીમાં કુલ 1.02 કરોડ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 97.81 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.47 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

  •     બ્રિટનથી આવનારા લોકોના પોઝિટિવ મળવાનો સિલસિલો યથાવત્ છે. રવિવારે આંધ્રપ્રદેશમાં ચાર કોરોના પોઝિટિવ નોંધાયા. અહીં અત્યારસુધીમાં બ્રિટનથી પાછા આવેલા 1216માંથી 6 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. તેમનાં સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. આ રીતે તેલંગાણામાં પણ બે લોકો પોઝિટિવ મળ્યા છે. અહીં અત્યારસુધીમાં 20 દર્દી નોંધાઈ ચૂક્યા છે.અમદાવાદના સિટી હોસ્પિટલમાં રવિવારે 750 વોલન્ટિયર્સને ભારત બાયોટેકની કોવેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો. અહીં વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે.મધ્યપ્રદેશમાં સોમવારે ત્રણ દિવસનું વિધાનસભા સત્ર શરૂ થવાનું હતું, પણ એક દિવસ પહેલાં જ પાંચ ધારાસભ્ય અને મંત્રાલયના 61 અધિકારી-કર્મચારી કોરોના સંક્રમિત નોંધાયા. આ જ કારણે સત્રને સ્થગિત કરી દેવાયું છે.
  •     કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ રવિવારે કહ્યું હતું કે તેમણે પહેલા ગો કોરોના ગોનો નારો આપ્યો હતો અને હવે કોરોના જઈ રહ્યો છે. હવે કોરોનાના નવા સ્ટ્રેન માટે નો કોરોના નોનો નારો આપી રહ્યો છું.મહારાષ્ટ્ર નગર નિગમે બ્રિટન, યુરોપ, મિડલ ઈસ્ટ અને સાઉથ આફ્રિકાથી આવનારા લોકો માટે ક્વોરન્ટીન ગાઈડલાઈન્સમાં ફેરફાર કર્યો છે. વિદેશથી આવ્યાના 7મા દિવસે યાત્રીનો ટેસ્ટ થશે, ત્યાં સુધી તેને ઈન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટીનમાં રહેવું પડશે. ત્યાર પછી જો રિપોર્ટ નેગેટિવ આવશે તો ઘરે જવાની મંજૂરી હશે, પણ પછી 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડશે.
  • પાંચ રાજ્યની સ્થિતિ
    1. દિલ્હી

    અહીં રવિવારે 757 નવા સંક્રમિત નોંધાયા. 939 દર્દી સાજા થયા અને 16 લોકોનાં મોત થયાં. અહીં અત્યારસુધીમાં 6.22 લાખ લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 6.05 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10 હજાર 453 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. કુલ 6713 દર્દીની સારવાર ચાલી રહી છે.

    2.મધ્યપ્રદેશ
    અહીં રવિવારે 946 નવા સંક્રમિત નોંધાયા. 1160 દર્દી સાજા થયા અને 18 લોકોનાં મોત થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2.38 લાખ સંક્રમિત નોંધાયા છે, જેમાંથી 2.24 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3563 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. હાલ 10 હજાર 97 દર્દીની સારવાર ચાલી રહી છે.

    3. ગુજરાત
    અહીં રવિવારે 850 સંક્રમિતોની ઓળખ થઈ. 920 દર્દી સાજા થયા અને સાત લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 2.41 લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 2.27 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. 4282 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 10 હજાર 335 દર્દીની સારવાર ચાલી રહી છે.

    4. રાજસ્થાન
    રાજ્યમાં શનિવારે 843 લોકો કોરોના સંક્રમિત નોંધાયા. 1168 લોકો સાજા થયા અને છ લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 3.05 લાખ કેસ સામે આવી ચૂક્યા છે, જેમાંથી 2.91 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 2670 સંક્રમિતોનાં મોત થયાં, જ્યારે 11 હજાર 157ની સારવાર ચાલી રહી છે.

    5. મહારાષ્ટ્ર
    રાજ્યમાં શનિવારે 3314 નવા સંક્રમિત નોંધાયા. 2124 દર્દી સાજા થયા અને 66 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 19.16 લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 18.09 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 59 હજાર 214 દર્દીની સારવાર ચાલી રહી છે.

Download Our B K News Today App



Related News