જૂનાગઢના ભવનાથમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવેલો કોરોનાગ્રસ્ત બુટલેગર ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 14:26:26
  • Views : 578
  • Modified Date : 2020-07-29 14:26:26

   જૂનાગઢના ભવનાથમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવેલો કોરોનાગ્રસ્ત બુટલેગર ફરાર થઇ જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. તેણે લોકડાઉન વખતે પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેને આગોતરા જામીન મળી ગયા બાદમાં તેને ધમકી આપવાના ગુનામાં પોલીસે રાઉન્ડ અપ કરી કોરોના ટેસ્ટ કરાવતાં ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. આથી કોવિડ કેર સેન્ટરમાં રખાતાં તે ત્યાંથી નાસી ગયો હતો.જૂનાગઢના બુટલેગર સંજય ડોસા કોડિયાતર સામે લોકડાઉન વખતે મધુરમ બાયપાસ પાસે પોલીસ પર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં તેને આગોતરા જામીન મળી ગયા હતા. આથી તે સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. તેણે વર્ષ 2019 માં તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં પકડવાનો બાકી હોઇ કોરોના ટેસ્ટ માટે મોકલી અપાતાં તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આથી તેને તા. 26 જુલાઇના રોજ ભવનાથ ખાતે કોવિડ કેર સેન્ટરમાં મોકલી અપાયો હતો. જ્યાંથી તે પાછળની દિવાલ કૂદીને નાસી ગયો હતો. આ અંગે ફરજ પરના સ્ટાફે પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છેમને ખબર નથી તે શેના કેસમાં સમાધાનનું અમે દબાણ કરીએ છીએ. પણ તે કોરોના પોઝિટીવ છે. અને બહાર રહેવાથી અનેક લોકોને ચેપ ફેલાવી ખતરનાક બની શકે છે. આથી અમે તેની સામે કાર્યવાહી કરીએ છીએ. તે કાયદાથી ડરે છે. > સૌરભ સિંઘ, એસપીસંજય ડોસાએ પોતાનો માસ્ક પહેરેલો એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે પોલીસ પર એવો આક્ષેપ કર્યો હતો કે, કોવિડ કેર સેન્ટરમાં મોકલીને પોલીસ કોરોના પોઝિટીવ બનાવવા માંગે છે. હકીકતે મને કાંઇ નથી. એક તબીબનો હવાલો આપીને તેણે કહ્યું કે, મને કોરોના પોઝિટીવ નથી. પણ પોલીસ મને કોરોના પોઝિટીવ બનાવીને મારી નાંખવા માંગે છે. હું મારે ઘેર ક્વોરન્ટાઇનમાં છું. અને નેગેટિવ થઇને આઇજી સમક્ષ હાજર થઇશ. પોલીસ મારી પાસે એલઆરડીની ભરતીના બનાવમાં સમાધાન કરાવવા મારી પર દબાણ કરે છે.

Download Our B K News Today App



Related News