કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં લંગ્સ ડેમેજ થવાનું જોખમ, બ્લડ ગેસ ટેસ્ટ દ્વારા સચોટ જાણકારી મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-08 13:07:26
  • Views : 588
  • Modified Date : 2020-12-08 13:07:26

કોરોના મહામારીને દેશ અને દુનિયામાં 11 મહિના થઈ ગયા છે. તેના કારણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં લગભગ સાડા 15 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. લોકોએ તેનાથી બચવા માટે માટે તમામ પ્રકારની રીતો અપનાવી છે. ઈમ્યુનને મજબૂત બનાવવા માટે ખાણીપીણી અને એક્સર્સાઈઝ પર લોકો ધ્યાન આપી રહ્યા છે.ભોપાલમાં ડૉક્ટર તેજપ્રતાપ તોમરના જણાવ્યા પ્રમાણે, કોરોના ન માત્ર આપણી ઈમ્યુન સિસ્ટમને પરંતુ આપણા શરીરના અંગોને પણ નુકસાન પહોંચાડે છે. તેનાથી બચવા માટે યોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. કોરોના પીડિતોને તેમની સાથે ઓક્સિમીટર રાખવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. જેનાથી સમયાંતરે શરીરમાં ઓક્સિજનના લેવલનું સ્તર જાણી શકાય.

ડૉ. તોમરના જણાવ્યા પ્રમાણે, જો વાઈરસનો લોડ વધારે વધી જાય છે તો તેનાથી લંગ્સ ડેમેજ થવાનું જોખમ પણ વધી જાય છે, જેના કારણે બ્લડમાં ઓક્સિજનનું લેવલ ઘટી જાય છે. જે પોસ્ટ કોવિડ જેવી તમામ સમસ્યાઓનું કારણ બની રહ્યું છે. તેથી કોરોનાથી સાજા થયેલા દર્દીઓએ બ્લડ ગેસ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. ખાસ કરીને જે દર્દીઓમાં વાઈરસનો લોડ વધારે હતો, તેમને ચોક્કસપણે આ પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ.


શું હોય છે આ બ્લડ ગૅસ ટેસ્ટ ?

  • આ ટેસ્ટ દ્વારા શરીરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જાણી શકાય છે. જેનાથી ડૉક્ટરો એ જાણી શકે છે કે ફેફસાં અને લિવર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં. બ્લડ સેલ્સ શરીરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ ટ્રાન્સપોર્ટ કરે છે. તે લંગ્સ દ્વારા જ થઈ શકે છે. બ્લડ ગેસ ટેસ્ટમાં એ જાણવા મળે છે કે, લંગ્સ બ્લડમાં ઓક્સિજનનો કેટલો સપ્લાય કરી રહ્યાં છે. તે ઉપરાંત એ પણ જાણવા મળે છે કે, આપણા લંગ્સ કેટલી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ કરી રહ્યાં છે. ટેસ્ટ બાદ જો બ્લડમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું PH લેવલ ઓછું જોવા મળે છે તો તેનો અર્થ એ થયો કે લંગ્સ યોગ્ય રીતે કામ નથી કરી રહ્યા. તેનો અર્થ એ પણ છે કે પીડિતની કિડની ખરાબ છે, હાર્ટની સમસ્યા છે અથવા સુગર લેવલ વધી ગયું છે.આપણા બ્લડમાં ઘણા પ્રકારના ગેસ હોય છે. જ્યારે તેનું સ્તર સામાન્યથી વધારે ઓછું થઇ જાય ત્યારે બ્લડનું PH સ્તર બગડી જાય છે, તેને લીધે આપની ઈમ્યુન સિસ્ટમ નબળી પડે છે. કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોમાં આ પ્રકારના લક્ષણો દેખાય છે. તેથી ડૉક્ટર અને એક્સપર્ટ બ્લડ ગેસ ટેસ્ટ કરાવવાનું કહે છે.





Download Our B K News Today App



Related News