કોરોના માલેતુજારોનો રોગ, હોસ્પિટલમાં દાખલ 55% દર્દીની માસિક આવક 50 હજારથી વધુ, શ્રમિક વિસ્તારોમાં કેસ ઓછા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-08 13:22:41
  • Views : 468
  • Modified Date : 2020-10-08 13:22:41

          શહેરમાં કડિયાનાકા કે જ્યાં સામાન્ય આવકવાળા લોકો જ્યાં એકઠા થાય છે, તેના કરતાં નવરંગપુરા જેવા પોશ વિસ્તારમાં કોરોનાના કેસોનું પ્રમાણ પાંચ ગણું વધુ હોવાનું બહાર આવ્યું છે. ટ્રેનની મુસાફરી કરનારાના ચેકિંગમાં પણ ઉચ્ચ વર્ગના લોકો જે ટ્રેનમાં સૌથી વધુ મુસાફરી કરે છે એ રાજધાની એક્સપ્રેસમાં કોરોના પોઝિટિવનું પ્રમાણ અનેકગણું વધુ જોવા મળ્યું છે. જે મોટાભાગના અમદાવાદના જ મુસાફરો હતા. આ જોતાં હવે કોરોના સમાજના ઉપલા વર્ગમાં વધુ ફેલાઈ રહ્યો હોવાનું ચિત્ર ઉપસ્યું છે.અમદાવાદમાં કોરોના હવે ધનપતિઓનો રોગ બની રહ્યો છે! છેલ્લાં કેટલાક સપ્તાહમાં શહેરમાં પૂર્વ વિસ્તાર કરતાં પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસોનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં જ કરવામાં આવેલા સરવેમાં આ તારણો બહાર આવ્યા છે.એએમસીએ કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડતી ચાર ટ્રેનોના તમામ પેસેન્જરનું ટેસ્ટીંગ કર્યું હતું. 23 દિવસ સુધી સતત આ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ચારે ટ્રેનોના 37,867 પેસેન્જરોનો ટેસ્ટ કરાયો હતો. જેમાંથી 532 પોઝિટિવ મળ્યા હતા. રસપ્રદ તારણ એ છે કે ટ્રેનોમાંથી મળેલા કુલ પોઝિટિવમાંથી 317 (60 %) માત્ર રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં નોંધાયા હતા. રાજધાની એક્સપ્રેસમાં મોટેભાગે ઉચ્ચ વર્ગના લોકો પ્રવાસ કરવાનું પસંદ કરે છે.એડિશનલ ચીફ સેક્રેટરી અને અમદાવાદમાં કોવિડ મહામારી પર નિયંત્રણ માટેની કામગીરીના ઇન્ચાર્જ ડૉ.રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે પશ્ચિમ અમદાવાદમાં લોકોની નિષ્કાળજી જવાબદાર છે. સિંધુભવન રોડ, પ્રહલાદનગર, રિંગ રોડ અને એસજી હાઇવે જેવા પોશ વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈને સોશિયલ ડિસ્ટન્સિંગ તથા કોવિડ-19 ગાઇડલાઇનનો ભંગ કરી રહ્યાં હતાં. જેના કારણે આ વિસ્તારોમાં કોરોનાનો ફેલાવો વધ્યો છે.

Download Our B K News Today App



Related News