બનાસકાંઠામાં કોરોનાનો કહેર યથાવત્, 2 મોત સાથે જિલ્લામાં નવા 16 પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-02 11:39:02
  • Views : 1761
  • Modified Date : 2020-07-02 11:39:02

 પાલનપુરની બનાસ મેડિકલ કોલેજમાં બનાવાયેલા આઇસોલેશન વોર્ડમાં બુધવારે વહેલી સવારે 2 કોરોના દર્દીઓના મોત  નિપજી ગયા હતા. હરિસિંહ ખૂબચંદ યાદવ  અને તુલસીભાઈ લોહાણા નામના બન્ને દર્દીઓમાં  પાલનપુરના વેપારી તુલસીભાઇ હેમરાજભાઇ લુહાણા (ઉં.વ 58)નો કોરોના રિપોર્ટ 21 જૂને પોઝિટિવ આવતાં તેમને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા. જોકે 10 દિવસની સારવાર બાદ 1 જુલાઈએ તેમને કોરોનાની સારવાર દરમ્યાન જ દમ તોડ્યો હતો. જ્યારે 27 જૂને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે  પાલનપુરની હરિઓમ સોસાયટીના રહેવાસી હરિસિંહ ખૂબચંદ યાદવ (ઉં.વ 70ને 4 દિવસની સારવારમાં જ મોત નિપજતાં હરિઓમ સોસાયટીમાં ફફડાટ પ્રસર્યો છે. જોકે મૃતકને અગાઉથી જ કેટલીક બીમારીઓ હોવાનું સિવિલના સૂત્રોએ જણાવ્યું હતું. તો બીજીતરફ જિલ્લામાં વધી 16 કેસો પોઝિટિવ આવ્યા હતા. આ 16 કેસમાં ડીસામાં 8, પાલનપુર 6, વાવ ભાભર 1-1 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આમ જિલ્લામાં હવે કુલ સંકર્મીતોની સંખ્યા 226 પર પહુચી ગઈ છે. અનલોક દરમિયાન લોકલ સંક્રમણ વધતા પરિસ્થિતિ દિવસે અને દિવસે વકરતી જઈ રહી છે તેવામાં જુદા જુદા સમાજ્ના social whatsapp ગ્રુપમાં એકબીજાની તકેદારી રાખવા માટેના મેસેજ ની આપ-લે થઇ રહી છે. આ ઉપરાંત કેટલાક વેપારી આગેવાનોએ પણ એસોસિએશન સાથે ચર્ચા-વિચારણા કરી સંક્રમણ વધુ વકરે એ પહેલા સોશિયલ distance નું પાલન કરવા પર ભાર મૂકી રહ્યા છે. જિલ્લામાં ડીસા પાલનપુર જેવા મોટા શહેરોમાં ખુલ્લામાં વેચાતા નાસ્તા કેન્દ્ર ઉપર તકેદારી રાખવા જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે.  વાવના સોની બજારમાં રહેતા ચંદ્રિકાબેન મયાચંદભાઈ સોની (ઉ.વર્ષ 75)નામની વૃદ્ધ મહિલા બીમાર થતા ડીસા સારવાર દરમિયાન પોઝિટિવ આવતા મહિલાના ધરે પોસ્ટર મારી તે મહોલ્લામાં ધરે ધરે જઇ સર્વેની કામગીરી હાથ ધરી હતી અહીં આવેલ દુકાનો 14 દિવસ બંધ કરાવી હતી. ભાભરમાં આરોગ્ય વિભાગની ટીમે  જોસનાબેન કનુભાઈ દારાજીનું કોરોના સેમ્પલ લીધું હતું જે પોઝિટિવ આવ્યું હતું. 23 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભાભરના વિસ્તારમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ડીસામાં નોંધાયેલા 8 પોઝિટિવ

  • તરૂણકુમાર શૈલેષભાઈ પંચીવાલા (ઉ.વ.35) રહે, જુની પોલીસ લાઈન, ડીસા), 
  • કાંતાબેન મણીલાલ દરજી (ઉ.વ.60) રહે, ગુલબાણી નગર, ડીસા, 
  • સાગર મનસુખલાલ પંચીવાલા (ઉ.વ.29) રહે, લક્ષ્મીનગર, ડીસા,
  • જનકબેન મહેશભાઈ મોદી (ઉ.વ.48) રહે, શાસ્ત્રીનગર, ડીસા,
  • કૈલાશબેન જ્યંતીભાઈ માળી (ઉ.વ.55) રહે, ઉમિયાનાગર, ડીસા
  • ચંદુભાઈ રમેશભાઈ જોષી (ઉ.વ.49) રહે, જુનાડીસા વાસણા, તા. ડીસા
  • મેહુલકુમાર પરષોતમભાઇ ખત્રી (ઉ.વ.40) રહે, જયોર્જ ટોકીઝ, ડીસા
  • રમેશ પ્રકાશભાઇ માળી (ઉ.વ.16) રહે, રાણપુર, તા. ડીસા

 પાલનપુર તાલુકાનાં 6 કેસ

  • મહોમદઅલી ગુલામભાઈ ગની હુસેની ચોક (કાણોદર) 
  • કનુભાઈ મોંગીલાલ અગ્રવાલ (પાલનપુર) 
  • બાબુભાઇ નારણભાઇ પઢીયાર હરિપુરા, પાલનપુર 
  • કમલેશભાઈ ડાહ્યાભાઈ મકવાણા (ગઠામણ ગેટ, પાલનપુર)     
  • સતીશભાઈ મનહરલાલ સિંધી શાખમાર્કેટ, પાલનપુર
  • અંબાલાલ ભીખાભાઈ ફુલવાડિયા ઉ.વ 59 રહે.ડેરી રોડ પાલનપુર

Download Our B K News Today App



Related News