બનાસકાંઠામાં વધુ 27 કેસ નોંધાતાં કોરોનાનો કુલ આંક 656એ પહોંચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-25 11:27:34
  • Views : 780
  • Modified Date : 2020-07-25 11:27:34

 બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ ઘેરું બની રહ્યું છે. શુક્રવારે વધુ 27 કેસ નોંધાતાં કોરોનાનો પોઝિટિવ આંક 656 પહોંચ્યો ગયો છે. જેમાં ધાનેરા - 04 ભાભર - 04 ડીસા -09 દિયોદર - 06 થરાદ - 01 અને વાવ - 03 કેસ નોંધાયા હતાં. પાલનપુરની સિવિલમાં શહેરની 19 વર્ષીય નેગેટિવ કોરોના યુવતીનાં નિધનથી પરિવારમાં રોષ વ્યાપી ગયો હતો. પાલનપુરના હનુમાન ટેકરી તાજપુરા વિસ્તારની હેતલબેન નરેશકુમાર સોલંકીને પાલનપુરની સિવિલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેનું કોરોના સેમ્પલ લેવાયું હતું. જોકે બુધવારે હેતલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં કોવિડ હોસ્પિટલમાં જ દાખલ કરાઇ હતી. શુક્રવારે સવારે તેનું અચાનક મોત નિપજતા પરિવારજનોએ સીવીલમાં દર્દીઓ સાથે માનવતા વિહોણુ વર્તન કરાતું હોવાના આક્ષેપો કર્યા હતા. દિકરીના પિતા નરેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ‘રવિવારે મારી દીકરીને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યાં તેનું સેમ્પલ લેવાયા બાદ બુધવારે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં કોવિડ વોર્ડમાં રખાઇ હતી. જ્યાં હાલત ગંભીર બનતા અમે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની મંજૂરી માંગી હતી. જોકે સિવિલના સત્તાવાળાઓ દ્વારા દીકરીને ખાનગીમાં લઈ જવાની મંજૂરી આપવા મોં વિલંબ કર્યો હતો. જેને લઇ અમારી દીકરીનું મોત થયું છે. દીકરીના પિતાએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે ‘બુધવારે અમારી દીકરીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં તને કોરોના વોર્ડમાં શા માટે રખાઇ હતી. ઉપરાંત ગુરુવારે સવારે જ તેનું મોત થયું હોવા છતાં પરિવારને સાંજે જાણ કરાઇ હતી.’કોવિડ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે હેતલને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરાઇ ત્યારે તેને મગજની ખેંચની બીમારી હતી.ઉપરાંત કોવિડ લક્ષણો જણાતો કોવિડ વોર્ડમાં રખાઇ હતી. જે બાદ તેને વેન્ટીલેટર ઉપરથી ખસેડવી જોખમભર્યું હોવાથી તેને વોર્ડમાં જ રખાઇ હતી.’

જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની યાદી
1. જીવાણા, તા.ધાનેરા (ઉં.વ.25, પુરુષ)
2. ધાનેરા, તા.ધાનેરા (ઉં.વ.40, સ્ત્રી)
3. ધાનેરા, તા.ધાનેરા (ઉં.વ.42, પુરુષ)
4. ધાનેરા, તા.ધાનેરા (ઉં.વ.40, સ્ત્રી)
5. ભાભર,તા.ભાભર (ઉં.વ.32, પુરુષ)
6. ભાભર,તા.ભાભર (ઉં.વ.35, સ્ત્રી)
7. ઉજ્જનવાડા, તા.ભાભર (ઉં.વ.20, પુરુષ)
8. ખડોલ, તા.ભાભર (ઉં.વ.20, પુરુષ)
9. ચંદરવા,તા.વાવ (ઉં.વ.46, પુરુષ)
10. વાવ, તા.વાવ (ઉં.વ.20, સ્ત્રી)
11. વાવ, તા.વાવ (ઉં.વ.22, પુરુષ)
12. કામલી (ઉં.વ.50, સ્ત્રી)
13. ભેસાણા,તા.દિયોદર (ઉં.વ.17, પુરુષ)
14. આરતીનગર, દિયોદર (ઉં.વ.23, સ્ત્રી)
15. ક્રિષ્નાનગર સોસા., દિયોદર (ઉં.55, પુરુષ)
16. ભેસાણા, તા.દિયોદર (ઉં.વ.50, પુરુષ)
17. નોખા, તા.દિયોદર (ઉં.વ.60, પુરુષ)
18.ઓમકારનગર સોસા.દિયોદર(ઉં.55, સ્ત્રી)
19. કૃષ્ણનગર સોસાયટી, ડીસા (ઉં.66, પુરુષ)
20. બી.કે. ગેલેસી, ડીસા (ઉં.વ.31, પુરુષ)
21. ઉન્નતિપાર્ક, ડીસા (ઉં.વ.29, પુરુષ)
22. રાજપુર, ડીસા (ઉં.વ.54, પુરુષ)
23. ઉમિયાનગર, ડીસા (ઉં.વ.49, પુરુષ)
24. લોરવાડા (ઉં.વ.35, સ્ત્રી)
25. સાર્થક બંગ્લોઝ, ડીસા (ઉં.વ.41, સ્ત્રી)
26. પાર્ક પંચાલવાડી રોડ, ડીસા (ઉં.48, સ્ત્રી)
27. આશાપુરા સોસાયટી, ડીસા (ઉં.65,પુરુષ)

Download Our B K News Today App



Related News