ગુજરાતમાં આજે નવા 56 કેસ નોંધાયા, કુલ 695

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-15 14:13:16
  • Views : 567
  • Modified Date : 2020-04-15 14:13:16

ગુજરાતમાં આજે કોરોનાના 56 કેસ નવા નોંધાયા છે જ્યારે 2ના મોત નીપજ્યા છે. ગુજરાતમાં કોરોના દર્દીની કુલ સંખ્યા 695 થઈ ગઈ છે. અત્યાર સુધી 30 ના મોત થયા છે. અમદાવાદમાં આજે 42 નવા કેસો સામે આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 404 કેસ નોંધાયા છે. સુરતમાં 6, વડોદરામાં 3, બોટાદમાં 1, પંચમહાલમાં 3 અને ખેડામાં 1 નવો કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 17334 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 695 પોઝિટિવ આવ્યા છે જ્યારે 16631 નેગેટિવ આવ્યા છે. વેન્ટીલેટર પર 8 દર્દીઓ છે, અને 598 દર્દીઓ સ્ટેબલ છે. હોસ્પિટલમાંથી 59 લોકોને ડીસ્ચાર્જ કરાયા છે. જેમાં 24 પુરૂષ અને 18 મહિલાઓ છે. 



Download Our B K News Today App



Related News