ડીસાની જનતા હોસ્પિટલમાં કોરોનાની નિ:શુલ્ક સારવાર કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 11:31:22
  • Views : 516
  • Modified Date : 2020-08-08 11:31:22

     ડીસા શહેર અને તાલુકાની જનતાને અદ્યતન સુવિધાસભર જનતા હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 115 બેડ પૈકી 50 બેડ આઇસીયુ ધરાવતી સુરત બાદ ગુજરાતમાં પ્રથમ હોસ્પિટલ બની છે. આ હોસ્પિટલમાં ડીસા સહિત જિલ્લાની પ્રજા માટે બધી જ સેવાઓ નિ:શુલ્ક કરાશે.ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા બનાવવામાં આવેલ શ્રી અમરનાથ કોર્પોરેશન સંચાલિત કોરોના માટેની જનતા હોસ્પિટલને શુક્રવારે જીલ્લા કલેકટર સંદીપ સાંગલે અને સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે તેમજ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરી, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઇ દેસાઇ, જીલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મનીષ ફેન્સી, લોક ગાયિકા કિંજલ દવે સહિત અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં રીબીન કાપી જનતા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું.

Download Our B K News Today App



Related News