અલીબાબાનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડિવાઈસ ગણતરીની સેકન્ડમાં કોરોના વાઈરસ ડિટેકટ કરે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-08 13:24:52
  • Views : 427
  • Modified Date : 2020-03-08 13:24:52

ચીનમાં ઉદગમ સ્થાન ધરાવતા કોરોના વાઈરસની ચોક્કસ સારવાર કે રસી હજુ સુધી શોધાઈ નથી. પરંતુ તેની ઓળખ માટેની પદ્ધતિ સરળ બની છે. ચાઈનીઝ ઈ કોમર્સ જાયન્ટ અલીબાબાએ કોરોના વાઇરસ ડિટેકટ કરતું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડિવાઇસ વિકસાવ્યું છે. કંપનીના દાવા મુજબ આ ડિવાઇસ અન્ય મેન્યુઅલ પદ્ધતિ કરતાં ઝડપથી વાઈરસનું ડિટેક્શન કરે છે. તે 96% એક્યુરસી અર્થાત ચોક્ક્સતા ધરાવે છે. તેની મદદથી ગણતરીની સેકન્ડમાં જ વાઇરસનું ડિટેક્શન થઈ જાય છે. અલીબાબાની રિસર્ચ ઈનસ્ટિટ્યૂટ ડેમો અકેડેમી દ્વારા આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડિવાઇસ વિકસાવવામાં આવ્યું છે. ડિવાઇસ બનાવવામાં સામેલ રિસર્ચર્સ દ્વારા તેને કોરોના વાઈરસના 5000 પોઝિટિવ કેસ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ ડિવાઇસની અલ્ગોરિધમમાં સારવાર અને ડિટેક્શનમાં ઉપયોગી નવી સૂચનાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડિવાઇસ CT સ્કેનની મદદથી 20 સેકન્ડની અંદર કોરોના વાઈરસ ડિટેકટ કરે છે. જ્યારે સામાન્ય પદ્ધતિથી 15 મિનિટ જેટલો સમય લાગે છે. આ ડિવાઇસને ચીનના જેંગઝોઉમાં આવેલી કિબોશન હોસ્પિટમાં સૌ પ્રથમ રજૂ કરવામાં આવ્યું હતું. હાલમાં તેનો ઉપયોગ હુબેઇ, જેંગઝોઉ અને અનહુઈની કેટલીક હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યો છે.

Download Our B K News Today App



Related News