હિંમતનગરમાં કોરોના વાયરસનો ભય યથાવત, વધુ બે દર્દી દાખલ કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 10:38:06
  • Views : 367
  • Modified Date : 2020-03-12 10:38:06

હિંમતનગરમાં કોરોના વાયરસનો ભય યથાવત છે. વધુ બે દર્દી દાખલ કરાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 7 જેટલા દર્દીઓ કોરોના નેગેટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ છેલ્લા ત્રણ દિવસથી રિપોર્ટની રાહ જોવાઇ રહેલા પરિવારમાં પણ રોષ ફેલાયો છે. ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓ નોંધાયા છે ત્યારે ગુજરાતમાં આ મામલે સતર્કતા વર્તવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 52 શંકાસ્પદોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાંથી 51ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કારણે 3800થી વધુ લોકોના મોત થયા છે. દેશના ગૃહમંત્રાલય દ્વારા લોકોને SMS દ્વારા અપીલ કરવામાં આવી છે કે ચીન, જાપાન, ઇરાક, કોરિયા, ઇટાલી અને ઇરાનનો પ્રવાસ ન કરે.

Download Our B K News Today App



Related News