પોઝિટિવ કેસનો કુલ આંક 7698 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 137, કુલ 5953 દર્દી કોરોના મુક્ત થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-29 13:07:00
  • Views : 351
  • Modified Date : 2020-08-29 13:07:00

       મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક વધીને 7698 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 137 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 5953 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1608 એક્ટિવ કેસ પૈકી 160 દર્દી ઓક્સિજન ઉપર અને 54 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1394 દર્દીની હાલત સ્થિર છે.રાજમહેલ રોડ, વારસીયા, અકોટા, છાણી, નિઝામપુરા, પાણીગેટ, હરણી રોડ, સુભાનપુરા, જેતલપુર, ગોકુલનગર, કપુરાઇ, વડસર, નવાયાર્ડ, સમા, અટલાદરા, સુદામાપુરી, ગોરવા, સંવાદ, તાંદલજા, યુમના મીલવડોદરા શહેરમાં હાલ 3899 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3889 લોકો હોમ ક્વોરન્ટીન, 7 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન અને 3 લોકો સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 7698 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1303, પશ્ચિમ ઝોનમાં 1201, ઉત્તર ઝોનમાં 1945, દક્ષિણ ઝોનમાં 1513, વડોદરા ગ્રામ્યમાં 1701 અને 35 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.


Download Our B K News Today App



Related News