સેન્ટ્રલ જેલના કેદીનું મોત, કેસનો કુલ આંક 7103 થયો, મૃત્યુઆંક 130, કુલ 5589 દર્દી રિકવર થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-24 12:34:15
  • Views : 385
  • Modified Date : 2020-08-24 12:34:15

       વડોદરા સેન્ટ્રલ જેલના 66 વર્ષના કેદી કાંતિભાઇ છોટાભાઇનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. 26 જુલાઇના રોજ સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન રવિવારે મોડી રાત્રે સારવાર દરમિયાન મોત થયું છે.વડોદરામાં કોરોનાના કેસનો કુલ આંક 7103 થયો મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો વધીને 7103 ઉપર પહોંચ્યો છે. આ સાથે સત્તાવાર મૃત્યુઆંક 130 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 5589 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1384 એક્ટિવ કેસ પૈકી 146 દર્દી ઓક્સિજન ઉપર અને 55 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1183 દર્દીની હાલત સ્થિર છે.છાણી જકાતનાકા, રેસકોર્સ, પરીવાર ચાર રસ્તા, તાઇવાડા, ન્યુ સમા રોડ, માજંલપુર, કારેલીબાગ, મકરપુરા, અટલાદરા, તરસાલી, ઓ.પી.રોડ, સુદામાપુરી, તાંદલજા, સનફાર્મા રોડ, અકોટ, વાઘોડિયા રોડ, નવી ધરતી, ગોકુલનગર, વારસીયા, VIP રોડ, દંતેશ્વર, સુભાનપુરા, માણેજા, વડસર, ગોરવા, યાકુતપુરા, ફતેપુરા, સેવાસી રોડગ્રામ્યઃ રણોલી, પોર, ડભોઇ, કરજણ, શિનોર, સાવલી, વાઘોડિયા, પાદરાવડોદરા શહેરમાં હાલ 2737 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 2690 લોકો હોમ ક્વોરન્ટીન, 36 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન અને 11 લોકો સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

Download Our B K News Today App



Related News