MS યુનિ.ની હંસા મહેતા લાઇબ્રેરીના લાઇબ્રેરિયન કોરોના સંક્રમિત, કુલ કેસઃ9295, કુલ 7800 દર્દી રિકવર થયા

  • Published By :
  • Published Date : 2020-09-11 13:23:58
  • Views : 290
  • Modified Date : 2020-09-11 13:23:58

       મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 9295 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 157 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 7800 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1338 એક્ટિવ કેસ પૈકી 147 દર્દી ઓક્સિજન ઉપર અને 57 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1134 દર્દીની હાલત સ્થિર છે.વડોદરા શહેરની MS યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીમાં કોરોના પ્રવેશ્યો છે. હંસા મહેતા લાઇબ્રેરીના લાઇબ્રેરીયન મયંક ત્રિવેદીનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. જેને પગલે 4 દિવસમાં 4 દિવસમાં હંસા મહેતા લાઇબ્રેરી બંધ કરી દેવામાં આવી છે. સેનેટાઈઝ સહિતની કામગીરી બાદ લાઇબ્રેરી ચાલુ કરવામાં આવશે. હાલ લાઇબ્રેરી સ્ટાફ માટે પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યો છે, જેથી અન્ય કોઇ કોરોના વાયરસથી સંક્રમિત ના થાય.વડોદરા શહેરમાં હાલ 3690 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3676 લોકો હોમ ક્વોરન્ટીન, સરકારી ફેસિલિટીમાં 8 લોકો અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 6 લોકો ક્વોરન્ટીન ક્વોરન્ટીન છે.વડોદરા શહેરમાં અત્યારે 24,451 ઘરમાં 1,00,344 લોકો રેડ ઝોનમાં છે. જ્યારે 37,374 ઘરમાં 1,24,087 લોકો ઓરેન્જ ઝોનમાં છે. 44,231 ઘરમાં 1,58,910 લોકો યલો ઝોનમાં છે.

Download Our B K News Today App



Related News