વધુ 2 દર્દીના મોત, પોઝિટિવ કેસનો કુલ આંક 7460 ઉપર પહોંચ્યો, કુલ 5745 દર્દી રિકવર થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-27 16:04:44
  • Views : 364
  • Modified Date : 2020-08-27 16:04:44

  વડોદરા  મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક વધીને 7460 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 134 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 5745 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1581 એક્ટિવ કેસ પૈકી 165 દર્દી ઓક્સિજન ઉપર અને 61 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1355 દર્દીની હાલત સ્થિર છે.શહેરઃ-માંજલપુર, કારેલીબાગ, પાણીગેટ, વાઘોડિયા રોડ, દંતેશ્વર, ગોરવા, નિઝામપુરા, વાડી, VIP રોડ, દાંડિયા બજાર, આજવા રોડ, વાસણા-ભાયલી રોડ, સમા, અકોટા, મકરપુરા, અટલાદરા, તરસાલી, સમતા, માણેજા, ગોત્રી, છાણી, ફતેગંજ, રાવપુરાલી, ડભોઇ, શિનોર, કરજણ, પાદરા, કરોડિયા, પોર, કોયલી, દશરથ, સોખડા, અંકોડીયાવડોદરા શહેરમાં હાલ 3787 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3739 લોકો હોમ ક્વોરન્ટીન, 40 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન અને 8 લોકો સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 7460 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1270, પશ્ચિમ ઝોનમાં 1140, ઉત્તર ઝોનમાં 1905, દક્ષિણ ઝોનમાં 1479, વડોદરા ગ્રામ્યમાં 1632 અને 34 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

Download Our B K News Today App



Related News