પોઝિટિવ કેસનો આંક 6991 પર પહોંચ્યો, કુલ 5530 દર્દી રિકવર થયા વડોદરા2 કલાક પહેલા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-23 12:31:41
  • Views : 367
  • Modified Date : 2020-08-23 12:31:41

         મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 6991 ઉપર પહોંચ્યો છે. આ સાથે સત્તાવાર મૃત્યુઆંક 128 થયો છે. વડોદરામાં ગત રોજ વધુ 51 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 5530 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1333 એક્ટિવ કેસ પૈકી 148 દર્દી ઓક્સિજન ઉપર અને 58 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1127 દર્દીની હાલત સ્થિર છે.વડોદરા શહેરમાં હાલ 2737 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 2690 લોકો હોમ ક્વોરન્ટીન, 36 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન અને 11 લોકો સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 6991 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1195, પશ્ચિમ ઝોનમાં 1055, ઉત્તર ઝોનમાં 1845, દક્ષિણ ઝોનમાં 1361, વડોદરા ગ્રામ્યમાં 1502 અને 33 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.શહેરઃ- ગોરવા, માણેજા, બાપોદ, દાંડિયાબજાર, વાઘોડિયા રોડ, હરણી રોડ, માંજલપુર, આજવા રોડ, ઇલોરાપાર્ક, મકરપુરા, કારેલીબાગ, અટલાદરા, છાણી, સમા, વાડી, તાંદલજા, દિવાળીપુરા, ગોત્રી.


Download Our B K News Today App



Related News