વધુ 4 દર્દીના મોત, પોઝિટિવ કેસનો આંક 10,688 પર પહોંચ્યો, મૃત્યુઆંક 178 અને 9010 રિકવર થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-22 16:53:06
  • Views : 412
  • Modified Date : 2020-09-22 16:53:06

       મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 10,688 ઉપર પહોંચ્યો છે. વધુ 4ના મોત થતા આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી સત્તાવાર મૃત્યુઆંક 178 થયો છે. વડોદરામાં ગત રોજ 109 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 9010 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1500 એક્ટિવ કેસ પૈકી 167 દર્દી ઓક્સિજન ઉપર અને 63 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1270 દર્દીની હાલત સ્થિર છે.શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાની સારવાર દરમિયાન વધુ ચારના મોત થયા છે.કારેલીબાગ વિસ્તારમાં રહેતા નિવૃત્ત કર્મચારીનું 72 વર્ષિય વ્યક્તિનું મોત નીપજ્યું છે. નાગરવાડા વિસ્તારમાં રહેતા 51 વર્ષિય પુરૂષનું રેલવે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ન્યુ સમા રોડ વિસ્તારમાં રહેતા 72 વર્ષિય પુરૂષનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં 65 વર્ષિય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છેવડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 10,688 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1710, પશ્ચિમ ઝોનમાં 1748, ઉત્તર ઝોનમાં 2494, દક્ષિણ ઝોનમાં 2074, વડોદરા ગ્રામ્યમાં 2626 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

Download Our B K News Today App



Related News