પોઝિટિવ કેસનો આંક 6536 પર પહોંચ્યો, કુલ 5274 દર્દી રિકવર થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-19 13:06:33
  • Views : 324
  • Modified Date : 2020-08-19 13:06:33

      મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો કુલ આંક 6536 ઉપર પહોંચી ગયો છે. જ્યારે સત્તાવાર મૃત્યુઆંક 123 થયો છે. વડોદરામાં ગત રોજ વધુ 111 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 5274 દર્દી રિકવર થયા છે.વડોદરામાં હાલ 1139 એક્ટિવ કેસ છે, જે પૈકી 136 દર્દી ઓક્સિજન ઉપર અને 53 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 950 દર્દીની હાલત સ્થિર છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 1894 સેમ્પલમાંથી 107 પોઝિટિવ અને 1787 નેગેટિવ આવ્યા છે. આમ વડોદરામાં ટેસ્ટિંગ ડબલ કરી દેવામાં આવ્યું છે. પરંતુ કેસની સંખ્યા ડબલ થઇ નથી.તજ્જ્ઞોના જણાવ્યા મુજબ શહેરમાં ઓગસ્ટ દરમિયાન પોઝિટિવ કેસોના વધારાની જે ધારણા હતી તે મુજબના કેસોનો વધારો થઇ રહ્યો નથી. જોકે કોરોનાના ગંભીર કેસો હજી પણ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. આજે કોરોનામાં સત્તાવાર રીતે વધુ 2 મોત જાહેર કરાતાં હવે કોરોનામાં સત્તાવાર મોતનો આંક 123 પર પહોંચ્યો છે, જેમાં સૌથી વધુ મોત ઉત્તર ઝોનમાં નોંધાયા છે.

Download Our B K News Today App



Related News