આધારકાર્ડ નહીં હોય તો કોરોનાની રસી નહીં અપાય, પ્રથમ તબક્કામાં ડોક્ટર સહિત પેરામેડિકલ સ્ટાફને રસી અપાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-22 14:22:34
  • Views : 793
  • Modified Date : 2020-10-22 14:22:34

          કોરોનાની રસી ફેબ્રુઆરી સુધીમાં આવી જવાની શક્યતા છે. ત્યારે ભારત સરકારે ગુજરાત સહિત તમામ રાજ્યોના ડોક્ટર સહિત પેરામેડિલ સ્ટાફ અને હેલ્થ વર્કર્સના ડેટા મગાવ્યા છે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન પર કામ કરતા તમામને કોરોનાની રસી આપવાનો નિર્ણય કરાયો છે. આ માટે કેન્દ્ર સરકારે જારી કરેલી 18 પાનાંની ગાઈડલાઈન્સ રાજ્ય સરકારને મોકલાવી છે, જેમાં આધાર કાર્ડ વિના કોઈને પણ રસી નહીં આપવાનો ઉલ્લેખ કરાયો છે.ગુરુવાર સુધીમાં ગુજરાત સરકારે અમદાવાદ સહિત તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં કામ કરતાં ડોક્ટર, નર્સ, સુપરવાઈઝર, મેડિકલ ઓફિસર, પેરામેડિકલ સ્ટાફ, વિજ્ઞાની અને રિસર્ચ સ્ટાફ, તબીબી ક્ષેત્રે કામ કરતા વિદ્યાર્થીઓ તથા હોસ્પિટલોમાં કામ કરતા સપોર્ટિંગ સ્ટાફનો ડેટા મગાવ્યો છે. આ ડેટા ફરજિયાતપણે 25 ઓક્ટોબર સુધીમાં કેન્દ્ર સરકારને મોકલવાનો આદેશ કરાયો છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ખાનગી તેમજ સરકારી હોસ્પિટલના ડોક્ટર સહિત પેરામેડિકલ સ્ટાફ, હેલ્થ વર્કર મળી કુલ 50 હજાર હેલ્થ સ્ટાફના ડેટા તૈયાર કરાયા છે, જેમને પહેલા તબક્કામાં રસી અપાશે.કેન્દ્ર સરકારે જારી કરેલી ગાઈડલાઈન્સ મુજબ, રસી માટે ડોક્ટર સહિત તમામ હેલ્થ સ્ટાફે જરૂરી પુરાવા આપવા પડશે, જેમાં પોતાનું નામ, ફોટો આઈડી, ફોટો આઈડી નંબર, જેન્ડર, જન્મતારીખ, મોબાઈલ નંબર, જે-તે શહેરમાં રહેતા હોય એનો પોસ્ટ કોડ નંબર તેમજ જે-તે સંસ્થામાં કામ કરતા હોય તેનો એમ્પ્લોયી આઈડી નંબર પણ આપવો પડશે. આ તમામ વિગતો જે-તે શહેરની ઓથોરિટી દ્વારા એક્સેલ સીટમાં જ આપવો પડશે.કેન્દ્ર સરકારે કોરોનાની રસી માટે ખાસ કોવિડ-19 બેનિફિશયરી મેનેજમેન્ટ સિસ્ટમ (સીવીબીએમએસ) તૈયાર કર્યું છે, જે અંતર્ગત નેશનલ કોવિડ વેક્સિન સેલ પણ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ સેલ હેઠળ ઈલેક્ટ્રોનિક વેક્સિન ઈન્ટેલિજન્સ નેટવર્ક (ઈવીઆઈએન) મોડ્યુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે દરેકને રસી અપાઈ છે કે નહીં એનું મોનિટરિંગ કરશે. રાજ્ય પ્રમાણે એક ઓફિસરને નોડલ અધિકારી બનાવાયા છે.

Download Our B K News Today App



Related News