૪૫૦ વ્યક્તિ પર કોરોનાના ટ્રાયલ થયા કોઇને આડઅસર નહીંઃ નીતિન પટેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 11:38:13
  • Views : 392
  • Modified Date : 2020-12-19 11:38:13

ગુજરાતમાં કોરોના દર્દીઓની સારવાર માટે વપરાતાં રેમડેસીવીર, ટોસિલિઝુમેબ જેવાં મોંઘા ઇન્જેક્શનો વિનામૂલ્યે મળી રહે તે માટે મુખ્યમંત્રી રાહતનીધિમાંથી ૧૦૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ગામોના સરપંચો સાથે સેટકોમના માધ્યમથી થયેલાં સંવાદમાં આમ જણાવ્યું છે. આ તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં હાથ ધરાયેલા કોરોના વેક્સિન ટ્રાયલમાં ૫૦૦ ડોઝ આવ્યા હતા તે પૈકી ૪૫૦ લોકોને રસી આપવામાં આવી છે અને તેમાંથી કોઇને પણ આડઅસર થયાનું નોંધાયું નથી.

ભારત બાયો ટેક કંપનીની રસીના ટ્રાયલ માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલને પસંદ કરવામાં આવી છે. આ ટ્રાયલમાં સ્વંયભુ વેક્સિન ટ્રાયલ લેવા ઇચ્છતા સંપૂર્ણપણે સ્વસ્થ વ્યક્તિઓ, તથા યુવાનોની પ્રથમિક પ્રસંદગી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ૫૦ વર્ષથી વધુની વય ધરાવતાં આશરે ૧.૩૦ કરોડ લોકો છે અને હાલ જે સર્વેક્ષણ ચાલી રહ્યું છે તેમાં અંદાજે ૪૫થી ૫૦ ટકા લોકોની માહિતી એકત્રિત કરી લેવામાં આવી છે. હજુ થોડા દિવસમાં જ આ માહિતી સંપૂર્ણ કરી લેવાશે.

Download Our B K News Today App



Related News