પોઝિટિવ કેસનો આંક 22,310 પર પહોંચ્યો, મત્યુઆંક 837 અને કુલ 19,003 રિકવર થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-06 13:50:11
  • Views : 424
  • Modified Date : 2020-09-06 13:50:11

        મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 22,310 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 837 થયો છે. ગત રોજ શહેરમાં 332 અને જિલ્લામાં 64 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 19,003 પર પહોંચી ગઈ છે.સુરત શહેરમાં કુલ 17,360 પોઝિટિવ કેસમાં 627ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 4950 પૈકી 210ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 22,310 કેસમાં 837ના મોત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 14,937 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્યમાં કુલ 4066 દર્દીઓ સાજા થયા છે.નવી સિવિલમાં 151 કોરોના દર્દીઓ પૈકી 95ની હાલત ગંભીર છે. 8 વેન્ટિલેટર, 17 બાઈપેપ અને 70 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 63 પૈકી 50 ગંભીર છે. 7 વેન્ટિલેટર, 14 બાઈપેપ અને 29 ઓક્સિજન પર છે.

Download Our B K News Today App



Related News