14 રત્નકલાકારોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં એન.નરેશ એન્ડ કંપની બંધ કરાવાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-29 15:14:54
  • Views : 450
  • Modified Date : 2020-08-29 15:14:54

      મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 20,289 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 804 થયો છે. ગત રોજ શહેરના 145 અને જિલ્લાના 86 દર્દીઓ મળી 231 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. જેથી સારવાર લઈ કુલ 16,760 લોકો સાજા થઈ ચૂક્યા છે. દરમિયાન ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં હજી પણ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને એસઓપીના પાલન કરવામાં બેદરકારી જણાઈ રહી છે. તેને પગલે ચેપ વકરી રહ્યો છે. કતારગામ વિસ્તારમાં એન.નરેશ એન્ડ કંપની અને ગોપીનાથજી ઈમ્પેક્ષને પાલિકાએ બંધ કરાવી દીધી છે.ગોપીનાથજી ઈમ્પેક્ષમાં એસઓપીનું પાલન થતું નહી હોય તે યુનિટ બંધ કરાવી દેવાયું હતું. નંદુ દોષીની વાડી ખાતે એન.નરેશ એન્ડ કંપનીમાં 14 રત્ન કલાકારોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં યુનિટ બંધ કરાવી દેવાની ઝોનને ફરજ પડી છે. જ્યારે પાનસુરિયા ઈમ્પેક્ષમાં કર્મચારી મોઢા પર માસ્ક નહીં પહેરતાં 5 હજારનો, નેવીલ એન્ડ કંપનીમાં-પંડિત પના સેન્ટરમાં અને મોન્યુ સુરત શહેરમાં કુલ 15,939 પોઝિટિવ કેસમાં 609ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 4350 પૈકી 195ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 20,289 કેસમાં 804ના મોત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 13,206 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્યમાં કુલ 3554 દર્દીઓ સાજા થયા છેઆમલેટને સોશ્યલ ડિસ્ટંન્સીંગ નહી જાળવતા એક એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ, કુલ 8 હજારનો દંડ વસૂલી બે ડાયમંડ યુનિટોને બંધ કરાવી દેવાયા છે.નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 128 દર્દીઓ પૈકી 84 દર્દીઓની હાલત ગંભીર છે. 6 વેન્ટિલેટર, 17 બાઈપેપ અને 61 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 71 પૈકી 43 દર્દીઓ ગંભીર છે. 8 વેન્ટિલેટર, 14 બાઈપેપ અને 21 ઓક્સિજન પર છે.

Download Our B K News Today App



Related News