પોઝિટિવનો આંકડો વધીને 28,258 થયો, મૃત્યુઆંક 914, રિક્વર થયેલીની સંખ્યા 24,855 થઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-28 12:17:40
  • Views : 330
  • Modified Date : 2020-09-28 12:17:40

         કોરોના સંક્રમણ અનસ્ટોપેબલ હોય તેમ સતત આગળ વધી રહ્યું છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના પોઝિટિવના કુલ કેસ વધીને 28,258 થયા છે. મૃત્યુઆંક પણ ધીમે ધીમે વધીને 914 પર પહોંચ્યો છે. રિક્વરી રેટ 90 ટકા આસપાસ પહોંચતા ડિસ્સાર્જ થયેલાની સંખ્યા વધીને 24855 પર પહોંચી છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2489 એક્ટિવ કેસ છે.શહેરમાં કુલ પોઝિટિવ કેસ 20,967 છે જ્યારે જિલ્લામાં 7291 કેસથયા છે. શહેરમાં મૃત્યુઆંક 670 અને જિલ્લામાં 244 છે. શહેરમાંથી 24,855 લોકો ડિસ્ચાર્જ થાય છે જ્યારે જિલ્લામાંથી 5991 લોકો કોરોનામુક્ત થઈ ચૂક્યાં છે.સિવિલ હોસ્પિટલમાં 114 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 79 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 16 બાઈપેપ અને 57 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 40 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 39 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 15 બાઈપેપ અને 18 દર્દીઓ ઓક્સિજન પર છે.

Download Our B K News Today App



Related News