પોઝિટિવ કેસનો આંક 27,989 પર પહોંચ્યો, મૃત્યુઆંક 912 અને કુલ 24,550 દર્દી રિકવર થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-27 13:17:13
  • Views : 389
  • Modified Date : 2020-09-27 13:17:13

      મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 27,989 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 912 થયો છે. ગત રોજ શહેરના 185 અને જિલ્લાના 100 લોકો મળી 285 લોકોને કોરોનામાંથી સાજા થતા રજા આપવામાં આવી હતી. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 24,550 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લા મળી કુલ 2530 એક્ટિવ કેસ છે.સુરત સિટીમાં કુલ 20,807 પોઝિટિવ કેસમાં 668ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 7182 કેસ પૈકી 244ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 27,989 કેસમાં 912ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 18,681 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 5869 દર્દીઓ સાજા થયા છે.સિવિલ હોસ્પિટલમાં 114 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 79 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 16 બાઈપેપ અને 57 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 40 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 39 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 15 બાઈપેપ અને 18 દર્દીઓ ઓક્સિજન પર છે.

Download Our B K News Today App



Related News