પોઝિટિવ કેસનો આંક 34385 પર પહોંચ્યો, મૃત્યુઆંક 986 અને કુલ 31423 રિકવર થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-21 12:25:00
  • Views : 370
  • Modified Date : 2020-10-21 12:25:00

            મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 34385 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 986 થયો છે. ગત રોજ શહેરમાંથી 171 અને જિલ્લામાંથી 85 મળી શહેર જિલ્લામાંથી 256 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 31423 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.સુરત સિટીમાં કુલ 24975 પોઝિટિવ કેસમાં 713ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 9410 કેસ પૈકી 273ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 34385 કેસમાં 986ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 22986 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 8437 દર્દી સાજા થયા છે.શહેરમાં મંગળવારે કાપડના વેપારી, એમ્બ્રોઈડરી કારખાનેદાર, રત્નકલાકાર, સહિત અનેક કોરોનામાં સપડાયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં ટેક્ષટાઈલ માર્કેટના બે કર્મચારી, પ્રાઈવેટ કંપનીના કેશીયર, ખેડૂત, ઓએનજીસી કંપનીના ટેક્નિશ્યન, કાપડના વેપારી, વેસ્ટ ઝોનમાં પ્રિન્ટીંગ પ્રેસના માલીક, વરાછા ઝોનમાં એમ્બ્રોઈડરી કારખાનેદાર, રત્નકલાકાર, સેન્ટ્રલ ઝોનમાં આભા લેબોરેટરીના ટાઈપીસ્ટ અને રત્નકલાકારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Download Our B K News Today App



Related News