પોઝિટિવ કેસનો આંક 34 હજારને પાર કરી 34154 થયો, મૃત્યુઆંક 984 અને કુલ રિકવર થનાર 31 હજારને પાર કરી 31167 થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-20 14:46:52
  • Views : 353
  • Modified Date : 2020-10-20 14:46:52

       મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 34 હજારને પાર કરી 34154 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 984 થયો છે. ગત રોજ શહેરમાંથી 169 અને જિલ્લામાંથી 73 દર્દીઓ મળી 242 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 31 હજારને પાર કરી 31167 થઈ ગઈ છે.સુરત સિટીમાં કુલ 24808 પોઝિટીવ કેસમાં 711ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 9346 કેસ પૈકી 273ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 34154 કેસમાં 984ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 22815 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 8352 દર્દી સાજા થયા છે.સિવિલ હોસ્પિટલમાં 102 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 49 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર, 18 બાઈપેપ અને 49 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 38 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 27 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 2 વેન્ટિલેટર, 10 બાઈપેપ અને 15 દર્દીઓ ઓક્સિજન પર છે. 

Download Our B K News Today App



Related News