પોઝિટિવ કેસનો આંક 17,982 પર પહોંચ્યો, મૃત્યુઆંક 747 અને કુલ 14,352 રિકવર થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-19 12:14:11
  • Views : 519
  • Modified Date : 2020-08-19 12:14:11

     મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 17,982 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 747 થયો છે. ગત રોજ કોરોનાની સારવાર લઇને સારા થઇ ગયેલા શહેર અને ‌જિલ્લાના 349 દર્દીઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 14352 દર્દીઓને રજા આપવામાં આવી છે.સુરત શહેરમાં કુલ 14,270 પોઝિટિવ કેસમાં 580ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 3712 પૈકી 167ના મોત થયા છે. સુરત શહેર-જિલ્લામાં કુલ 17,982 કેસમાં 747ના મોત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 11,456 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્યમાં કુલ 2887 દર્દીઓ સાજા થયા છે.નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 167 પૈકી 122 દર્દીઓની હાલત ગંભીર છે. 8 વેન્ટિલેટર, 24 બાઈપેપ અને 90 દર્દીઓ ઓક્સિજન પર છે. સ્મીમેર હોસ્પિટલમાં 86 પૈકી 78 દર્દીઓની હાલત ગંભીર છે. 7 વેન્ટિલેટર, 18 બાઈપેપ અને 49 ઓક્સિજન પર છે.

Download Our B K News Today App



Related News