પોઝિટિવ કેસનો આંક 25,405 પર પહોંચ્યો, મૃત્યુઆંક 884 અને કુલ 22,057 રિકવર થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-18 13:55:24
  • Views : 280
  • Modified Date : 2020-09-18 13:55:24

         મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 25,405 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 884 થયો છે. ગત રોજ શહેર જિલ્લામાંથી 251 લોકો કોરોનામાંથી સાજા થઈ ગયા હતા. જેને પગલે સાજા થઈ જનારાઓની સંખ્યા 22,057 પર પહોંચી ગઈ છે.સુરત સિટીમાં કુલ 19,218 પોઝિટિવ કેસમાં 655ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 6187 પૈકી 229ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 25,405 કેસમાં 884ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 17,072 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 4985 દર્દીઓ સાજા થયા છે.નવી સિવિલમાં 143 દર્દીઓ પૈકી 83ની હાલત ગંભીર છે. 6 વેન્ટિલેટર, 22 બાઈપેપ અને 55 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 64 પૈકી 56 દર્દીઓની હાલત ગંભીર છે. 8 વેન્ટિલેટર, 20 બાઈપેપ અને 28 ઓક્સિજન પર છે.

Download Our B K News Today App



Related News