રાજકોટમાં 44 કેસ-19ના મોત, શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 3183 પર પહોંચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 15:24:05
  • Views : 403
  • Modified Date : 2020-08-31 15:24:05

      રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં 44 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે કોરોનાથી 19ના મોત થયા છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 3183 પર પહોંચી ગઈ છે. સૌરાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બનતા આરોગ્ય વિભાગના 3 તબિબ સાથે અગ્ર સચિવ જયંતિ રવિ આજે સૌરાષ્ટ્રની મુલાકાતે આવી પહોંચ્યા છે. પોરબંદરમાં હરિરાયજી હવેલીમાં કોરોનાથી 2 સેવકોના મોત નીપજ્યા છે.રાજકોટ શહેરમાં કુલ 3183 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 1364 સારવાર હેઠળ છે. શહેર-જિલ્લા બન્નેમાં સરકારી હોસ્પિટલમાં 377 અને ખાનગી હોસ્પિટલમાં 393 દર્દી આઇસોલેશન હેઠળ છે. રાજકોટમાં રવિવારે કુલ 11 મોત થયા છે. તેમાંથી શહેરના 5, ગ્રામ્ય વિસ્તારના 3 અને અન્ય જિલ્લાના 3 દર્દીનો સમાવેશ થાય છે. રાજકોટમાં 866 દર્દી ઘરે રહી સારવાર મેળવી રહ્યા છે.મોરબી જિલ્લામાં રવિવારે 18 કેસ પોઝિટિવ આવ્યા હતા. જામનગર જિલ્લામાં 102 પોઝિટિવ કેસ નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં 30, ગીર સોમનાથ જિલ્લામાં 13 કેસ, પોરબંદર જિલ્લામાં 4 કેસ નોંધાયા હતા.

Download Our B K News Today App



Related News