રાજકોટમાં 24 કલાકમાં 3ના મોત, પોઝિટિવ કેસની સંખ્યા 8100ને પાર, 602 દર્દી સારવાર હેઠળ, પહેલા 7 હજાર ટેસ્ટ થતા અને હાલ 3200 ટેસ્ટ થાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-25 12:42:49
  • Views : 344
  • Modified Date : 2020-10-25 12:42:49

           રાજકોટ સહિત સોરાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં કોરોનાથી 3 દર્દીના મોત નીપજ્યા છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઘટીને 70 નીચે આવી ગઈ છે. પહેલા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 100થી 125 સુધી પહોંચી ગઈ હતી. રાજકોટમાં કુલ કેસની સંખ્યા 8100ને પાર કરી 8196 થઈ છે. રાજકોટમાં હાલ 602 દર્દી સારવાર હેઠળ છે.રાજકોટ શહેરમાં ફરી એક વખતે કોરોના ટેસ્ટની સંખ્યામાં ઘટાડો કર્યો છે. જો કે હાલ પહેલા કરતા સ્થિતિ સારી હોવાથી કોરોનાના કેસ ઓછા આવી રહ્યા છે. મહાનગરપાલિકાના આંકડા મુજબ દરરોજ 60થી 70 વચ્ચે કોરોનાના કેસ આવે છે. 15 સપ્ટેમ્બરે રાજકોટમાં 7229 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારે માત્ર 94 લોકો પોઝિટિવ આવ્યા હતા. 23 ઓક્ટોબરે મનપાએ 3232 કોરોના ટેસ્ટ કર્યા અને તેમાંથી 69 લોકો પોઝિટિવ આવ્યા હોવાનું જાહેર કરાયું છે. રાજકોટ શહેરમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા મનપાએ અડધી કરી નાખી છે, પરંતુ બીજી તરફ પોઝિટિવિટીની ટકાવારી વધી છે. 15 સપ્ટેમ્બરે પોઝિટિવ રેટ 1.30 ટકા હતો જે હવે 2.13 ટકા થયો છે.રાજકોટ શહેરમાં ફરી એક વખતે કોરોના ટેસ્ટની સંખ્યામાં ઘટાડો કર્યો છે. જો કે હાલ પહેલા કરતા સ્થિતિ સારી હોવાથી કોરોનાના કેસ ઓછા આવી રહ્યા છે. મહાનગરપાલિકાના આંકડા મુજબ દરરોજ 60થી 70 વચ્ચે કોરોનાના કેસ આવે છે. 15 સપ્ટેમ્બરે રાજકોટમાં 7229 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારે માત્ર 94 લોકો પોઝિટિવ આવ્યા હતા. 23 ઓક્ટોબરે મનપાએ 3232 કોરોના ટેસ્ટ કર્યા અને તેમાંથી 69 લોકો પોઝિટિવ આવ્યા હોવાનું જાહેર કરાયું છે. રાજકોટ શહેરમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા મનપાએ અડધી કરી નાખી છે, પરંતુ બીજી તરફ પોઝિટિવિટીની ટકાવારી વધી છે. 15 સપ્ટેમ્બરે પોઝિટિવ રેટ 1.30 ટકા હતો જે હવે 2.13 ટકા થયો છે.

Download Our B K News Today App



Related News