રાજકોટમાં કોરોનાથી 21ના મોત, પોઝિટિવ કેસની સંખ્યા 5129 પર પહોંચી, 1026 દર્દી સારવાર હેઠળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-21 12:31:06
  • Views : 342
  • Modified Date : 2020-09-21 12:31:06

           રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં કોરોનાથી 21 લોકોના મોત થયા છે. ગઈકાલે પણ કોરોથીના 21 લોકોના મોત થયા હતા. જ્યારે શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 5129 પર પહોંચી છે. રાજકોટ સહિત જિલ્લાભરમાં પોઝિટિવ કેસની સંખ્યા 7500ને પાર પહોંચી ગઈ છે. ગઈકાલે રાજકોટમાં 103 દર્દીઓ કોરોના રિકવર થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છેરાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં આજે હરાજી બંધ રાખવામાં આવી છે. દલાલ મંડળના પ્રમુખ લાખાભાઈનું અવસાન થતા શ્રદ્ધાંજલિના ભાગરૂપે વેપારીઓેએ એક દિવસ માટે હરાજી બંધ રાખી છે..રાજકોટ શહેરમાં બેકાબૂ બનેલા કોરોનાને કારણે આજથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્યુટી પાર્લર અને હેર સલૂનમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. કોરોના સંક્રમણને અટકાવવા માટે બ્યુટીપાર્લર અને સલૂનમાં કામ કરતા કર્મચારીઓનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. તેમજ ગાઈડલાઈનના પાલન અંગે પણ સૂચના અપાશે.તાવ અને શરદીમાં શરૂ કરાયેલી 104 સેવા હાલ કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાઈ રહી છે. રાજકોટ શહેરમાં શરૂઆતમાં દૈનિક 200થી 250 ફોન આવી રહ્યાં હતાં. જે આંક હવે ઘટીને 100 થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં એકાદ ફોન આવતો તે હવે 9થી 10 થયા છે. સામાન્ય રીતે સ્થાનિક તંત્રમાંથી કોઇ સંતોષકારક જવાબ ન મળે ત્યારે લોકો 104નો ઉપયોગ કરીને સ્થિતિ જણાવતા હોય છે જે બાદમાં ચોપડે નોંધાય છે અને નિયત સમયે તેનો જવાબ આપવાની ફરજ પણ પડે છે. ગ્રામ્ય વિસ્તારમાં 104નો ઉપયોગ વધતા કેસ તેમજ સ્થાનિક તંત્રમાં લોકોનો અસંતોષ પણ હોઇ શકે છે.જે લોકોને અન્ય રોગો હોય તેમજ સ્થૂળ હોય તેમને કોરોના પોઝિટિવ આવતા તકલીફ વધી જાય છે. પણ આવા રોગ હોય તો પણ અનેક લોકો કોરોના સામે જીતી રહ્યા છે. રાજકોટના સિરીનબેન ત્રવાડી નામના 72 વર્ષીય વૃદ્ધાને ડાયાબિટીસ, બ્લડપ્રેશર ઉપરાંત કિડનીની તકલીફ હતી. કોરોના પોઝિટિવ આવતા સિવિલ અને સમરસ હોસ્પિટલ ખસેડાયા હતા. સિરીનબેન જણાવે છે કે, દાખલ કરાયા ત્યારે તેઓ ઊભા પણ થઈ શકતા ન હતા અને 10 જ દિવસમાં સ્વસ્થ થયા છે અને ડિસ્ચાર્જ કરાયા છે.

Download Our B K News Today App



Related News