રાજકોટમાં એકા એક મોતનો આંક વધ્યો, 24 કલાકમાં 32ના મોત, 45 કેસ પોઝિટિવ, મેયર કોરોનાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-02 14:23:10
  • Views : 435
  • Modified Date : 2020-09-02 14:23:10

      રાજકોટમાં પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક અધધ.. વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 32 લોકોના મોત થયા છે. એટલે કે પહેલીવાર મૃત્યુઆંક અચાનક બમણો નોંધાયો છે. સિવિલમાં 26ના અને ખાનગી હોસ્પિટલમાં 6 લોકોના મોત નિપજ્યાં છે. સોમવારે મેયર બિનાબેન આચાર્યના પતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને મેયર બિનાબેન આચાર્યનો પોઝિટિવ આવ્યો છે. જયંતિ રવિ આજે રાજકોટમાં છે. ત્યારે પહેલીવાર મૃત્યુઆંક ડબલ નોંધાયો છે. રાજકોટમાં આજે 45 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 4800ને પાર પહોંચી ગઈ છેસોમવારે મેયર બિનાબેન આચાર્યના પતિ પોઝિટિવ આવ્યા હતા અને મેયર બિનાબેન આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેયર બિનાબેન આચાર્ય પાટીલની રેલી અને દરેક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. મેયરનો રિપોર્ટ પોઝિટિવ આવતા મનપા કચેરીમાં અરજદારો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. આ સાથે જ રાજકોટની જાણીતી સંસ્થા સરગમ ક્લબના પ્રમુખ ગુણુભાઇ ડેલાવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહત્વનું છે કે ગુણુભાઈ પણ પાટીલ આવ્યા ત્યારે તેને મુલાકાત કરી હતી.રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે એક જ દિવસમાં 116 કેસ આવ્યા હતાં. જેમાંથી ગ્રામ્યના 32, શહેરના 84 કેસ નોંધાયા હતા. જ્યારે એક જ દિવસમાં 17 મોત નીપજ્યાં હતાં. જેમાં 15 રાજકોટ, જ્યારે 2 અન્ય જિલ્લામાંથી છે. આ સાથે રાજકોટમાં કુલ કેસની સંખ્યા 4897 થઈ છે. જામનગર જિલ્લામાં 101, મોરબી જિલ્લામાં 23, જૂનાગઢ જિલ્લામાં 25, અમરેલી જિલ્લામાં 28, ગીર સોમનાથ 14 કેસ અને એક મોત તેમજ પોરબંદર જિલ્લામાં 15 કેસ અને 3 મોત નોંધાયા હતાં.રાજકોટમાં કોરોના માટે સારવાર આપતી ખાનગી હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા અંગે તેમજ અન્ય માહિતી માટે નાગરિકોને કોઈપણ સમયે ફોન દ્વારા માહિતી મળી શકે તે માટે રાજકોટ કલેકટર કચેરી ખાતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. બેડની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવવા 9499804038, 9499806486, 9499801338, 9499806828 અને 9499801383 નંબર પર સંપર્ક કરી શકાશે. આ હેલ્પલાઈન રોજ સવારે 6 વાગ્યે શરૂ કરવામાં આવી છે

Download Our B K News Today App



Related News