રાજકોટમાં કોરોનાથી 33નાં મોત, કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિના ફરી રાજકોટમાં ધામા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-17 12:44:32
  • Views : 385
  • Modified Date : 2020-09-17 12:44:32

       રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં 33 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટના 29, ગ્રામ્યના 2 અને અન્ય જિલ્લાના 2 લોકોના મોત થયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં જ અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7050 પર પહોંચી ગઈ છે. જ્યારે રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 4731 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 1238 દર્દીઓ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના PI વી.કે.ગઢવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિને રાજકોટ મોકલ્યા છે. તેઓ રાજકોટ આવી પહોંચ્યા છે.રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખોડલધામ સમિતિએ લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે 100 બેડનું કોરોના સેલ્ફ આઇલોલેશન સેન્ટર તૈયાર કર્યું છે. આ સેન્ટરને સમાજના લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સેન્ટરમાં મહિલાઓ અને પુરુષો બંને માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.રાજકોટમાં આરોગ્ય કેન્દ્ર અને ધન્વંતરિ રથના માધ્યમથી કોરોના ટેસ્ટ કરવામાં આવે છે, પરંતુ લોકો નોકરી, ધંધાના કારણે ધન્વંતરિ રથ અને આરોગ્ય કેન્દ્રનો લાભ લઇ શકતા નથી. તેથી મનપાના આરોગ્ય કેન્દ્ર રાત્રે 9 વાગ્યા સુધી અને ધન્વંતરિ રથ રાત્રે 8 વાગ્યા સુધી કોરોના સેમ્પલ લેવાની કામગીરી કરશે.

Download Our B K News Today App



Related News